જસ્ટિસ લોયા કેસ : સુપ્રિમમાં મુંબઈ વકિલ એસોસિયેશને રિવ્યુ પિટિશન દાખલ કરી

0
8

ન્યુ દિલ્હી,તા.૨૧
જસ્ટીસ લોયા કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં મુંબઈ વકીલ ઓસોશિયેશને રિવ્યુ પિટિશન દાખલ કરી છે. આ અરજીમાં જસ્ટિસ લોયો કેસ મામલે ફરી વિચાર કરવાની માગ કરાઈ છે.
ગત્ત મહિને સુપ્રીમ કોર્ટે મુંબઈ વકીલ એસોશિયેશનની ફેર તપાસની અરજી ફગાવી હતી. આ અરજી વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટમાં કરી છે. અરજીમાં કોર્ટના તારણોને હટાવવાની માગ કરવા સાથે કહેવામાં આવ્યુ છે કે, ન્યાયપાલિકાની આઝાદી પર હુમલો અને ન્યાયિક સંસ્થાઓની વિશ્વસનીયતા ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અરજીમાં કહેવામાં આવ્યુ કે, જસ્ટિસ લોયાના મોત મામલે ન્યાયમાં ગર્ભપાત કરવામાં આવ્યો. મહત્વનું છે કે ૧૯ એપ્રિલના રોજ કોંગ્રેસ નેતા તહસીન પુનાવાલા, પત્રકાર બીએસ લોન, મુંબઈ વકીલ એસોશિયેશન સહિત અને અન્ય પક્ષકારો દ્વારા કરવામાં આવેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY