મ.પ્રદેશના ગુનામાં બસ-ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત : ૧૦ લોકોના મોત

0
8

મૃતકોમાં તમામ પુરુષો હોવાનું અનુમાન
ગુના,તા.૨૧
મધ્યપ્રદેશના ગુનામાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૧૦ લોકોનાં મોત થયા છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગત અનુસાર ગુનામાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૦ લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતકોમાં તમામ પુરૂષો હોવાનું સામે આવ્યું છે.
યુપીના બાંદાથી આ બસ અમદાવાદ આવી રહી હતી. તે દરમિયાન આ બસે રસ્તા પર ઉભેલા ટ્રકને ટક્કર મારી હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ બસ ખાનગી કંપનીની હતી. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY