અમિત શાહે વંદેભારત એક્સપ્રેસને દેખાડી લીલી ઝંડી, ૮ કલાકમાં દિલ્હીથી કટરા

0
29

વૈષ્ણોદેવી જનાર શ્રદ્ધાળુના ૪ કલાક બચશે,મુસાફરો માટે ૫ ઓક્ટોબરથી શરૂ
ન્યુ દિલ્હી,તા.૩
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી બીજી વંદે ભારત એક્સપ્રેસની લીલી ઝંડી બતાવી છે. તેનાથી દિલ્હીથી કટરા વચ્ચેની મુસાફરી ૧૨ કલાકની જગ્યાએ ૮ કલાકમાં પૂરી થઈ જશે. મુસાફરો માટે ટ્રેન ૫ ઓક્ટોબરથી શરૂ થશે. અમિત શાહે કહ્યું કે ૨૦૧૪માં જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી તમામ યાત્રા સ્થાનો સુધી તમામ યાત્રી સરળતાથી પહોચી શકે તેની માટે સરકારે ઘણા પગલા ભર્યા છે. વડાપ્રધાન મોદીએ રેલ્વે વિભાગ સામે એક કલ્પના મુકી હતી કે ધીમે ધીમે હાઇસ્પીડ ટ્રેનની ભારતમાં એક જાળ પાથરવામાં આવે.
ગયા મહિને ભારતીય રેલવે બોર્ડ અધ્યક્ષ વિનોદ કુમારે કહ્યું હતું કે, દિલ્હીથી કટરા જતી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ પુરૂ થઈ ચૂક્યું છે. નવરાત્રિ દરમિયાન તેને શરૂ કરવામાં આવશે. અમે રેલવેના અન્ય વ્યસ્ત માર્ગોને અપગ્રેડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રુટ ડિસેમ્બર ૨૦૨૧ સુધી તૈયાર થઈ જશે. ૨૦૨૨ સુધી ૪૦ વંદે ભારત એક્સપ્રેસ તૈયાર થઈ જશે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે તેમના ટ્વિટમાં કહ્યું હતું કે, નવી દિલ્હીથી દેશના સાંસ્કૃતિક પાટનગર વચ્ચે પહેલી વંદે ભારત એક્સપ્રેસના સંચાલન પછી નવી દિલ્હી અને કટરા વચ્ચે બીજી વંદે ભારત એક્સપ્રેસ ચલાવવામાં આવશે.
વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી સવારે ૬ વાગે રવાના થશે અને બપોરે ૨ વાગે કટરા પહોંચી જશે. કટરા આ જ ટ્રેન તે દિવસે બપોરે ૩ વાગે નીકળશે અને રાતે ૧૧ વાગે દિલ્હી પહોંચી જશે. ટ્રેનના સ્ટોપેજ અંબાલા, લુધિયાણા અને જમ્મુ તાવી હશે. આખી ટ્રેન એસી છે અને તેની બુલેટ ટ્રેન જેવી ડિઝાઈન કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY