પોઈચા નર્મદા ભાઠા માંથી રેતી ખનન કામગીરી સામે જિલ્લા કલેકટરની લાલઆંખ, પુરાણ તોડવા આદેશ

0
17

નર્મદા જિલ્લા ના ભાજપના રાજકીય આગેવાનો દ્વારા રેતી ખનન કરાતી હોવાની ચર્ચા : સચોટ તપાસ થાય તો સમગ્ર કૌભાંડ બહાર આવે 

એક મહિનામાં 5000 હાઈવા રેતી કઢાઈ, એક હાઈવા રેતીના 9000 લેખે 4.5 કરોડ ની રેતી ની ચોરી કોણે કોની મિલીભત થી કરી એ સળગતો પ્રશ્ન 

રાજપીપળા :  નર્મદા જિલ્લાના  નાંદોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા ભાઠામાં મોટી માત્રામાં ઓરસંગની સફેદ રેતી જમા થઈ જતા રેતી માફિયાઓની દાનત બગડી અને નર્મદા ભાઠા લીઝ ના હોય રાજકીય આગેવાનો ને અંદર નાખી એક મહિમા 5000 હાઇવા રેતી ઉલેચી નાખી જયારે ચાંદોદ અને નર્મદા ના કેટલાક લોકો એ વિરોધ કર્યો અને જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરી ત્યારે કલેક્ટર પણ આશ્ચય પામ્યા અને તપાસ કરવી ત્યારે નદીને રોકી પુલિયું બનાવી હજારો હાઇવા  રેતી ખનન કર્યું હોવાની વાત સામે આવતા જિલ્લા કલેક્ટર રોષે ભરાયા અને તપાસ ના આદેશ આપી આ પુલિયું સહીત તમામ પુરાણ તોડી નર્મદાનું વહેણ પહેલા જેવું કરવા સૂચના આપ તા તંત્ર દોડતું થયું છે. અને આ મુદ્દો નર્મદા માં ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે અને ભાજપ ના મોટા નેતા આ રેતી ખનન માં હોવાનું માનવામાં આવી રહ્યું છે હવે તપાસ માં બહાર આવે કે એ નેતા કોણ છે, આ તપાસ મા પહેલો પ્રશ્ન ગામના સરપંચ, તલાટી પર  ઉઠે કે તેમણે  સુ જોયું અને આટલી મોટી માત્રામાં રેતીની ચોરી કેમ થવા દીધી હાલ આ રેતી ખનન મુદ્દે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.

લોકસભાની ચૂંટણી નો ગતરોજ છેલ્લો તબક્કો પૂર્ણ થયો, અને આગામી 23 મી ના પરિણામ છે ત્યારે પોઇચા ભાઠામાંથી 5000 જેટલા હાઇવા રેતી ાઢી એક ાઇવા 9000 માં વેચી અંદાજિત 4.5 કરોડ રૂપિયાની ખનીજ ચોરી ની વાતે જિલ્લા કલેક્ટરે તપાસ ના આદેશ અપાતા આધિકારીઓ માં દોડધામ મચી છે જેમાં ભાજપના એક મોટા નેતાનું નામ ચર્ચાતા રાજકારણ માં પણ ગરમાવો આવી ગયો છે, જોકે જિલ્લા વહીવટી તંત્ર પણ ભાજપ ના નેતાને લઈને ઢાંક પીછોડી કરી રહ્યા છે પરંતુ હાલ પરિસ્થિતિ એવી બની છે કે નદીના પટ્ટમાં ઠેર ઠેર ખાડા પડી જતા હવે ચોમાસામાં નદીમાં ડૂબવા નું જોખમ પણ વધી ગયું છે. ત્યારે આ તમામ સમસ્યા નું મૂળ એ છે કે આ તમામ રેતી ખનન માફિયાઓ સામે કડક પગલાં ભરવા જોઈએ એવી માંગ ઉઠી છે.

નાંદોદ તાલુકા ટીડીઓ અને મામલતદાર ની ટીમોએ આ અંગે તપાસ ચાલુ કરી છે અને કેમ તલાટી કે સરપંચે આ બાબતે સરકાર ને કે ઉચ્ચ અધિકારીને લેખિત જાણ નહિ કરી અને જો કરી હોય તો કેમ ઉચ્ચ અધિકારીઓ એ પગલા ના ભર્યા શું જિલ્લા કલેક્ટર આ બાબતથી અજાણ હતા. એક મહિનાથી રાત્રીના હજારો હાઇવા રેતી ખનન થતું હોય તો આરટીઓ અને ખાણ ખનીજ વિભાગ ઉંઘતુ હતું, કેમ તેમને ખબર ના પડી આવી અનેક પ્રશ્નો આ રેતી ખનન કરનારા નેતાની સાથે સાંઠ ગાંઠ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આની તપાસ કોણ કરશે અને કોને સજા કરશે એ પણ એક પ્રશ્ન છે.

ફરિયાદ મળતા તપાસના આદેશ આપ્યા છે: નર્મદા કલેક્ટર 
નર્મદા કલૅક્ટર આઈ કે પટેલે આ બાબતે જણાવ્યું હતું કે મને આ બાબતની ફરિયાદ મળતા તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને પુલીયા તોડવા પણ આદેશ કર્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY