યુવાનને પગમાં ફેક્ચર તેમજ ત્રણેક મહિનાથી પત્ની એને મૂકી જતી રહેતા જમવાની તકલીફમાં ઓશિયાળું જીવન જીવતા આ પગલું ભર્યું
રાજપીપળા:નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં રહેતા વિજય રમેશ વસાવા નામના યુવાનને પગમાં ફેક્ચર થયું હોય તેમજ એની પત્ની છેલ્લા ત્રણેક મહિના થી એને મૂકી જતી રહી હોવાથી બીમારી ના કારણે પોતે કોઈ કામ પણ ન કરી શકતો હોય ઉપર થી જમવાની પણ તકલીફ પડતા આખરે પોતાના જીવન થી એ કંટાળી જતા આવું ઓશિયાળું જીવન ન જીવી સકતા યુવાને ગતરોજ પોતાના ઘરમાંજ સાડી વડે ફાસો ખાઈ જીવન નો અંત આણ્યો હતો ત્યારે આ માટે અને ભાઈ સંજય વસાવા એ રાજપીપળા પોલીસ ને આ બાબતે જાણ કરતા પોલીસે અ.મોત નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





