રોટરી કબ ઓફ હળવદ દ્વારા વિનામૂલ્યે અસ્થિવિષયક ફિઝિયોથેરાપી નિદાન સારવાર અને સાધન સહાય નો કેમ્પ યોજાયો.

0
31

શહેર ના શરણેસ્વર મંદિર ખાતે અપંગ માનવ મંડળ અમદાવાદ તથા ભારત સેવક સમાજ અમદાવાદ અને સુરેન્દ્રનગર ના સૌજન્ય થી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું


જેનો હળવદ અને તાલુકા ના 306 દર્દીઓએ લાભ લીધો હતો
આ કેમ્પ માં 306 દર્દીઓને જરૂરી સાધનો તેમજ દવાઓ વગેરે નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા
વોકર, બગલઘોડી, સ્ટીક, કુત્રિમ પગ, કુત્રિમ હાથ, કેલિપર્સ, પાટલા, વગેરે વિવિધ 20 પ્રકાર ના જરૂરી સાધનોનું બધા જ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ માં ખાસ અપંગ માનવ મંડળ ના પ્રમુખ ધીરેનભાઈ ઝવેરી, ડો. મનીષભાઈ ત્રિવેદી, અને ટ્રસ્ટીઓ અને સ્ટાફ તેમજ ભારત સેવક સમાજ માંથી કિરણબેન અને દશરથભાઈ અને શિરીશભાઈ ઓઝા હાજર રહ્યા હતા .
આ પ્રોજેક્ટ ને રોટરી ક્લબ ઓફ હળવદ ના હોદેદારો તેમજ સભ્યોએ સફળ બનાવ્યો હતો.
મયુર રાવલ હળવદ મો 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY