ભુજ ના સહયોગનગર નવી રાવલવાડી માંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજ.

0
723

પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ અને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી.ઓૈસુરા ની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે આરોપી કપીલ વિનોદભાઇ સંધાર ઉ.વ.૧૯ રહે. નવીરાવલવાડી સહયોગનગર શેરી નં – ૧૫ મકાન નં-બી-૧પ૩ ભુજ વાળાના કબ્જા ભોગવટાના મકાન માં પંચો સાથે સ્ટાફના માણસો રેઇડ કરતા મજકુરના કબ્જા માંથી ગે.કા.રીતે વગર પાસ પરમીટનો (૧) રોયલ જનરલ રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલો નંગ – ૨૧૩ (ર) બ્લુમુન પ્રમીયમ ડ્રાયજીનની ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલો નંગ – ૮૪ તથા (૩) બ્લુ સ્કાય ડ્રાયજીન ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલો નંગ – ૪૮ એમ કુલે બોટલો નંગ – ૩૪૫, કિ.રૂા.૧,૨૦,૭૫૦/- નો પ્રોહિ. નો જથ્થો વેંચાણ અર્થે રાખેલ હોઇ જે કબ્જે કરવામાં આવેલ છે. આ દારૂનો જથ્થો ભચાઉ તાલુકાના ચીરઇ ગામેના કાના નામના માણસ પાસેથી મેળવેલ હોવાનું પકડાયેલ આરોપી કપીલ વિનોદભાઇ સંધાર જણાવેલ આ સબંધે ભુજ શહેર એ ડીવીઝન માં ગુનો રજી.કરાવવામાં આવેલ છે.

રિપોર્ટ ગૌતમ બુચિયા 6351877367

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY