અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ જોગર્સ પાર્ક નજીક પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું.જેનું ઉદઘાટન આજરોજ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એલ.એસ.ઝાલા,ના વરદહસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે અંકલેશ્વર ,ઉદ્યોગ મંડલના સભ્યો,જીઆઈડીસી પોલીસ મથકના પી.આઈ.આર.કે.ધુળીયા, નોટીફાઈડ એરિયા ઓથોરિટી ના અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.રહેણાંક વિસ્તાર નજીકપોલીસ ચોકીનું નિર્માણ થવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવાની કામગીરીમાં પોલીસને સરળતા રહેશે એવો મત વ્યક્ત થયો હતો.




વસાહત ના રહેણાંક વિસ્તાર માં માલમત્તા ,વાહન ચોરી,જેવા બનાવો બનતા હોવાથી પોલીસ ચોકી નજીક હોવાનો ડર પણ રહેશે જેથી ગુન્હા ની સંખ્યા માં દેખીતો ઘટાડો રહેશે પણ અત્રે એજરૂરી છે કે ચોકી નું મહેકમ
જિલ્લામાંથી નવું ફાળવવામાં આવે તોજ અસરકારક કામગીરી થાય તેવો સુર ઉપસ્થિતો માં ચર્ચાયો હતો.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





