સ્પીકર ચૂંટણી અને ફ્લોર ટેસ્ટ પહેલા, મંત્રીઓ પર ચર્ચા પછી : ખડગે

0
8

સરકાર બનાવવાનો નિર્ણય અમે કરીશું
ન્યુ દિલ્હી,તા.૨૨
કોંગ્રેસ-ત્નડ્ઢજી વચ્ચે મંત્રીમંડળ અને સત્તાની વહેંચણીને લઈને ચાલતી મડાગાંઠ હજુ ઉકેલાઈ નથી. કોંગ્રેસ-ત્નડ્ઢજી વચ્ચે ખાતાઓની ફાળવણીના સવાલ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કહ્યુ કે, “અમારો પહેલો હેતુ સ્પીકરની ચૂંટણી છે, જે બાદ બહુમત સાબિત કરવાનો. આ બંને વસ્તુના ઉકેલ પછી અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.” બુધવારે સાંજે ૪ઃ૩૦ વાગ્યે કુમારસ્વામી બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ હતું કે સરકાર બનાવવાનો નિર્ણય અમારા હાઈકમાન્ડના લોકો કરશે. અમે એક રાષ્ટ્રીય પાર્ટી છીએ. ત્નડ્ઢજીને અમે સમર્થન આપ્યું છે, જે એક ક્ષેત્રીય પક્ષ છે. તમામ મૂલ્યોની સાથે અમારે તે ધ્યાન રાખવું પડશે કે અમે સમર્થન આપ્યું છે તો અમને પણ સત્તામાં ભાગ મળે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY