ભુજના જેષ્ટાનગર વિસ્તારમાંથી ધાણી પાસાનો જુગાર પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી.

0
419

મે શ્રી પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ.આલનાઓની સુચનાથી તથા પોલીસ સબ ઇન્સ.શ્રી એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
પેટ્રોલીંગ દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, જેષ્ટાનગરમાં જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વાળી ધાણી પાસા વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે તુરંતજ વર્ક આઉટ કરી રેડ કરતા (૧) જયેશ હસમુખ ગુસાઇ રહે. જેષ્ટાનગર, ભુજ (ર) વહાબ અબ્દુલ મમણ રહે. દાદુપીર રોડ, ભુજ (૩) જયેશ મુળશંકર ગોર રહે. લાયન્સ નગર, ભુજવાળાઓને રોકડા રૂા.૨૮,૩૦૦/- તથા ધાણીપાસા નંગ-ર તેમજ મોબાઇલ ફોન નંગ-૦૨, કિ.રૂા.૫,૦૦૦/- તથા છકડો રીક્ષા-૧ કિ.રૂા.૮૦,૦૦૦/- તથા એક એકટીવા કિં.રૂા. ૨૦,૦૦૦/- એમ કુલ્લે રૂા.૧,૩૩,૩૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાયેલ હોય તેમજ અન્ય બે ઇસમો (૧) ઉમેશ શાંતિલાલ ગોર રહે. જેષ્ટાનગર, ભુજ તથા (ર) આકાશ ગોર રહે. આર.ટી.ઓ રીલોકેશન સાઇટ, ભુજવાળા રેઇડ દરમ્યાન નાસી ગયેલ હોઇ તમામ ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર ગૌતમ બુચિયા
કચ્છ ભુજ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY