પાલિકા પ્રમુખ ની સૂચનાથી શહેરના હરિજન વાસ કબ્રસ્તાન,જુનાકોટ,વાઘરીવાડ સહીત તમામ વિસ્તારોની કાંસ ની સફાઈ કામગીરી કરાઈ.
રાજપીપળા:
રાજપીપળા શહેર માં ચોમાસા પેહલા દર વર્ષે નગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સફાઈ કામગીરી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલની સૂચના થી ખાસ જે સી બી મશીન દ્વારા શહેર ની તમામ કાંસની સફાઈ કામગીરી પુરી કરવામાં આવી છે,જેમાં પાલિકા ના સુપરવાઈઝર જગદીશ સોલંકી સાથે મહેશ સોલંકી પંકજ સોલંકી સહીતના કર્મચારીઓની ટિમ દ્વારા શહેર ના હરિજન વાસ પાછળ આવેલા કબ્રસ્તાન,જુનાકોટ,વાઘરી વાડ સહીતના વિસ્તાર માં આવેલી તમામ વરસાદી ગટરો ( કાંસ ) ની સફાઈ કામગીરી પુરજોશ પુરી કરવામાં આવી છે જે આવનારા ચોમાસા માટે શહેરીજનો માટે ખુબ અસરકારક રહેશે.


આમ પણ આ વર્ષે ચોમાસુ વેહલું આવવવાની આગાહી છે ત્યારે વરસાદ આવતા પહેલાજ તમામ કાંસ ની યોગ્ય સફાઈ કરતા આવનારા વરસાદ માં ગ્રામજનો ને ખાસ રાહત મળે અને નગર માં વરસાદી પાણી ન ભરાઈ અને કોઈ રોગચાળો ન ફાટે એ માટે અમારી ટીમોએ આ વખતે ખાસ જે સી બી મશીન ની મદદ થી તમામ કાંસ ની સફાઈ કરી છે એમ પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલે જણાવ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






