સાગબારા પોલીસે ચીકાલી ફાટક પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

0
188

સાગબારા પોલીસ બાતમીને આધારે વાહન ચેકીંગ કરી રહી હતી,સુરતના માંગરોળ તાલુકાના બે આરોપીઓને પકડી કાર્યવાહી હાથ ધરી.

રાજપીપળા:
નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જિલ્લામાં પ્રોહી-જુગાર અંગે એક ડ્રાઇવનું આયોજન કર્યું છે.તે અંતર્ગત નાયબ પોલિસ અધિક્ષક પરમારના માર્ગદર્શન હેઠળ સાગબારાની ચીકાલી ફાટક પાસે સાગબારા પીએસઆઈ ડી.એ.ક્રિશ્ચિયન તથા પોલીસ ટીમ બાતમીને આધારે વાહન ચેકીંગ કરી રહી હતી.

દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી લાલ કલરની GJ 19 AM 3955 નંબરની બ્રેઝા કારને રોકી ચેકીંગ હાથ ધર્યું હતું.ચેકીંગમાં એ ગાડીમાંથી 59,020 રૂપિયાની કિંમતનો વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.બાદ પોલીસે નિલેશ ફતેસિંગ વસાવા (રહે.કૃષ્ણકુંજ સોસાયટી,તરસાળી,કોસંબા-તા.માંગરોળ,જી-સુરત) તથા હર્ષદ ગંભીર વસાવા(રહે.રબારીવાસ,તરસાળી,કોસંબા તા-માંગરોળ જી-સુરત)ને પકડી 5 લાખની બ્રેઝા ગાડી તથા વિદેશી દારૂ મળી કુલ 5,64,020 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY