આજના ભારત બંદ દરમિયાન એક તરફ દલિતોએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કર્યા છે ત્યારે ગુજરાતમાં રાજકોટથી લઈ અમદાવાદ અને છેક નવસારી વાપી સુધી એસસી-એસટી એક્ટનો વિરોધ કરવા દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
દલિત સમાજે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક રિવ્યુ પીટીશન દાખલ કરી એસસી-અસટી એક્ટમાં થઈ રહેલા ફેરફારોને રોકે. જો એમ નહી કરવામાં આવે તો 14મી મોટું આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓ ભારત બંધથી દુરના દુર રહ્યા છે ત્યારે ઈડરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના અભિનેતા હિતુ કનોડીયાએ દલિત સમાજના ભારત બંધને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. હિતુ કનોડીયાએ બંધને સમર્થન આપતા કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અયોગ્ય છે. કોઈ પણ સંજોગોમાં હું દલિત સમાજની સાથે ઉભો છું અને જરૂર પડે તો આંદોલનના કાર્યક્રમો પણ આપતા અચકાઈશું નહી.
હિતુ કનોડીયાના નિવેદનથી ભાજપના અન્ય નેતાઓએ મૌન ધારણ કરી લીધું હતું. ભાજપના કોઈ પણ નેતાઓ આવી રીતે દલિત સમાજના બંધને સમર્થન આપતી એક પણ પોસ્ટ કે ટવીટ કરી નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"