કર્ણાટકમાં હવે કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. આ સમય કોંગ્રેસ અને જેડીએસના લોકો અને તમામ વરિષ્ઠ લોકો દ્વારા જેનો આભાર માનવામાં આવી રહ્યો છે તે કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર છે. શિવકુમારના કારણે જ બન્ને પાર્ટીઓના ધારાસભ્યો સુધી પહોંચી જવામાં ભાજપને સફળતા મળી ન હતી. શિવકુમારે બન્ને પાર્ટીના ધારાસભ્યોને એ રીતે ઘેરી લીધા કે ભાજપના કોઇ લોકો તેમના સંપર્કમાં આવી શક્યા ન હતા. સાથે સાથે ભાજપને જરૂરી સભ્યો મળી શક્યા ન હતા. જેના કારણે ૫૫ કલાકના ગાળામાં જ ભાજપના યેદીયુરપ્પાને મુખ્યપ્રધાન તરીકે રાજીનામુ આપી દેવાની ફરજ પડી હતી. ભાજપની જીત પાકી કરવામાં કોઇ પણ કસર ન છોડનાર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ શિવકુમારે આ મોરચે હાર આપી દીધી હતી. અમિત શાહને પાર્ટીના ચાણક્ય તરીકે ગણવામાં આવે છે. મજબુત આર્થિક સ્થિતીવાળા કોંગ્રેસના નેતાની ઓળખ રાજકીય ક્ષેત્રમાં ડીકેએસ દ્વારા કરવામાં આવે છે. જ્યારે ભાજપના નેતા યેદીયુરપ્પાએ બહુમતિ સાબિત કરતા પહેલા પહેલા જ મુખ્યપ્રધાન તરીકે રાજીનામુ આપી દીધુ ત્યારે ડીકેએસની ટિપ્પણી હતી કે ભાજપના નેતા બહુમતિના આંકડા સુધી પહોંચી જવા માટે દિલ્હીમાં બેઠા બેઠા પોતાના ટોપ નેતૃત્વનો સંપર્ક કરી રહ્યા હતા. પરંતુ ડેકેએસે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને એવી રીતે મુકી દીધા હતા કે ભાજપના સભ્યો સંપર્ક કરવામાં સફળ રહ્યા ન હતા. ડીકેએસ દ્વારા અભેદ્ય કિલ્લો બનાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે ભાજપના લોકો એક પણ ધારાસભ્યને તોડી શક્યા ન હતા. પહેલા ડીકેએસ દ્વારા ધારાસભ્યોને કર્ણાટકના જ એક રિસોર્ટમાં રાખ્યા હતા. ખરીદ વેચાણની શંકા વચ્ચે પક્ષોના ધારાસભ્યોને એકમત રાખવાના તમામ પ્રયાસ કર્યા હતા. જ્યારે ભાજપની ગરમી વધી ત્યારે ડીકેએસે પહેલા પોતાના ધારાસભ્યોને કેરળના એક રિસોર્ટમાં લઇ જવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ ચાર્ટર્ડ વિમાનને ઉડાણ ભરવાની મંજુરી મળી ન હતી. ત્યારે ડીકેએસે તેમને એક લગ્ઝરી બસમાં હૈદરાબાદ લઇ જઇને અલગ અલગ હોટેલેમાં મુકી દીધા હતા. દરમિયાન કોંગ્રેસના બે ધારાસભ્યો આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટિલને લઇને ભારે હોબાળો થયો હતો. જે બંન્ને ગાયબ થઇ ગયા હતા. પરંતુ જ્યારે બંન્ને પરત ફર્યા ત્યારે ડીકેએસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ભાજપના લોકોએ તેમને બાનમાં પકડી લીધા હતા. ડીકેએસે મોદી-શાહની જાડીને પણ ફટકો આપ્યો હતો. તેઓ બીજી વખત મોદીઅને શાહની જાડીને ફટકો આપ્યો છે. અગાઉ ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં હાઇ પ્રોફાઇલ રાજ્યસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસના ૪૨ ધારાસભ્યોને લઇને ભાજપની જાળમાંથી બચાવી લીધા હતા. ડીકેએસનુ ગુજરાતમાં મે ઓપરેશન સફળ રહ્યુહતુ. કોંગ્રેસના બે મોટા નેતા ગુલામ નબી આઝાદ અને અશોક ગહેલોત માટે પણ લાભકારી સાબિત થયા હતા. સોનિયા ગાંધીએ આ બંન્નેને બેંગલોર મોકલવ્યા હતા. પાર્ટીને કર્ણાટકમાં બચાવી લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. વર્ષ ૨૦૦૨માં પણ ડીકેએસે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની સરકારને બચાવી લેવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. એ વખતે વિશ્વાસ મત વેળા પોતાના ધારાસભ્યોને ભાજપ-શિવસેનાથી દુર રાખ્યા હતા. એક રીતે જાવામાં આવે તો તેઓ દર વખતે કોંગ્રેસ પાર્ટી માટે તારણહાર સાબિત થઇ રહ્યા છે. કોંગ્રેસની પ્રતિષ્ઠા કેટલાક અંશે તેમના લીધે જ કર્ણાટકમાં બચી ગઇ છે. કારણ કે અહીં પણ પાર્ટીની હાર થઇ છે. રાજ્યમાં ત્રીજા નંબર પર રહેલી પાર્ટીને સરકાર બનાવવા માટે મદદ કરવાની કોંગ્રેસને ફરજ પડી છે. કર્ણાટકમાં હાલમાં જે કઇ પણ બન્યુ છે તે અભૂતપૂર્વ ઘટનાક્રમ છે. કર્ણાટકમાં તો આ વખતે રાજયપાલ વજુભાઇ વાળાએ પ્ણ પોતાની કેરિયર દાવ પર લગાવી દીધી હતી. કેજી બોપેયા એક દિવસ માટે પ્રોટેમ સ્પીકર બનીને જે કરવા ઇચ્છુક હતા તે બાબત પણ શક્ય બની શકી ન હતી. એકમાત્ર સુપ્રીમ કોર્ટે જ પોતાની ઇચ્છા મુજબનો ચુકાદો આપીને ન્યાયતંત્રની ગરિમા જાળવી લીધી છે. ૧૬-૧૭મી મેની રાત્રે ન્યાયતંત્ર એક જાગૃત પહેરેદારની જેમ જાગતા યોગ્ય ન્યાય થયુ છે. સુપ્રીમ કોર્ટે કોઇની સામે કોઇ ટકોર કરવાના બદલે તમામની સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાજ્યપાલ વાળા દ્વારા આપવામાં આવેલી અવધિને ૧૫ દિવસથી ઘટાડીને ૨૪ કલાક કરી દીધી હતી. જા કે રાજ્યપાલને યેદીયુરપ્પાને શપથ લેવડાવતા રોક્યા પણ ન હતા. કેજી બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવા સામે કોઇ વાંધો ઉઠાવ્યો ન હતો. તેમના પંખ એ રીતે કાપી દીધા હતા કે તેઓ વધારે ઉડાણ ન ભરી શકે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની કોઇ દલીલ પણ સાંભળી ન હતી. પરંતુ ન્યાય કરવાની પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી હતી. સમગ્ર દેશની નજર જેના પર કેન્દ્રિત હતી તે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો હતો. કર્ણાટકમાં કોણ જીતી ગયુ છે તે હવે મતદારો પુછી રહ્યા નથી પરંતુ માત્ર એ જાઇ રહ્યા છે કે કોણ કેટલુ નીચે પડી રહ્યુ છે. તમામ બંધારણીય સંસ્થાઓ જેના માટે બનાવવામાં આવી છે તે સંસ્થાઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. રાજકીય નેતૃત્વનુ પતન થઇ રહ્યુ છે. બંધારણીય વ્યવસ્થાને તમામ રીતે નુકસાન થઇ રહ્યુ છે. કર્ણાટકમાં જે થયુ તે લોકશાહીની રંમત હતી. જે જશ્ન મનાવી રહ્યા હતા તેમને પેરાલીસીસની અસર થઇ ગઇ હતી. જે પેરાલીસીસ ગ્રસ્ત હતા. કોંગ્રેસના તમામ પેંતરાબાજીના કારણે ભાજપને સરકાર બનાવવામાં સફળતા મળી ન હતી અને ૫૫ કલાકના ગાળામાં જ યેદીયુરપ્પાને મુખ્યપ્રધાન તરીકે રાજીનામુ આપી દેવાની ફરજ પડી હતી.
S.S.S
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





