માગરોળમા ચોપાટી બંદર ખાતે ગુજરાત ઇકો લોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (“ગીર”)ફાઉન્ડેશ તેમજ સંજીવની નેચર ફાઉન્ડેશન ના ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ યોજાય ગયો જેમા માંગરોળ બીચની સફાઈ રાખવામાં હતી. જેમાં જીજ્ઞાસા સ્કુલના વિદ્યાર્થીઓ ,વનવિભાગ સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ ,પોલીસ વિભાગ તેમજ ચોરવાડ ગદ્રેમરીન એક્સપોર્ટ પ્રા. લી. ના ચંદ્રેશ રાઠોડ તેમજ અંબુજા સિમેન્ટ કોડીનારના અભયકુમાર તેમજ સ્ટાફ માંગરોળ પુર્વ ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગટીયા, વેલજીભાઈ મસાણી તેમજ આગેવાનો તેમજ સાતસો જેટલા પર્યાવરણ પ્રેમી એ સાથે મળીને આ વિશ્વ પર્યાવરણ દિવસની સાથે મળીને માંગરોળ બિચ સાફ સફાઈ ના કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.બીચ પરની વિવિધ જગ્યાઓ પરથી કચરાને દૂર કરીને સફાઈ જુમબેશ હાથ ધરાઈ હતી અને કચરા ને રીસાયકલ કરવા માટે પણ વ્યવસ્થા કરાઈ હતી તેમજ સ્વચ્છતા નુ લોકોને મહત્વ સમજાવવા મા આવ્યુ હતું..
મનીષ ડાકી .માંગરોળ
70161 59934
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





