બિહારની દારૂબંધી પોલી ખૂલ
પટણા,તા.૨૩
બિહારના મુખ્યમંત્રીએ રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ લગાવ્યો છે અને દાવો પણ કર્યો છે કે, આ દારૂબંધી સફળ સાબિત થઈ રહી છે. પંરતુ શનિવારે તેમના દાવાની પોલ ત્યારે ખૂલી જ્યારે તેમની સરકારમાં ગઠબંધન પાર્ટીના બીજેપીના એક સાંસદનો દીકરો દારૂ પીતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે ગેરકાયેદસર ચાલતા દારૂની દુકાન પર રેડ પાડી હતી, જેમાં બીજેપી સાસંદ હરી માંઝીનો દીકરો રાહુલ માંઝી દારૂ પીતો ઝડપાયો હતો. સાંસદ પુત્ર શનિવારે સાંજે બોધગયાના નીમગામમાં પોતાના મિત્રો સાથે દારૂ પી રહ્યો હતો. ધરપકડના તરત બાદ પોલીસે રાહુલ માંઝીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રાહુલના શરીરમાં દારૂની હાજરી હોવાની પુશ્ટિ થઈ હતી. તેના બાદ પોલીસે રવિવારે રાહુલ માંઝીને કોર્ટમાં રજૂ કર્યો હતો.
પોલીસે કહ્યુ કે, જાણકારી મળી હતી કે, બોધગયામાં દારૂ માફીયા મુંડારીક યાદવને ત્યાં ગેરકાયદેસર દારૂનો કાયદો ચાલી રહ્યો છે. આ જાણકારની આધારે તેના સ્થળે રેડ પાડવામાં આવી હતી. પરંતુ ત્યાં તો સાંસદનો દીકરો જ નશામાં ધૂત મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સાંસદ હરિ માંઝીએ આ મામલે સફાઈ આપતા કહ્યુ કે, તેમનો દીકરો નિર્દોષ છે. તેમણે આ મામલે વાત ફેરવી દેતા કહ્યુ કે, તેમનો દીકરી શનિવારની રાત્રે એક સંબંધીના લગ્ન સમારોહમાં ગયો હતો અને ત્યાંથી જ પરત ફરી રહ્યો હતો. હરિ માંઝીનું કહેવું છે કે, પોલીસે તેને અકારણ પકડ્યો છે. થોડા દિવસ પહેલા તેમના દીકરાની સ્થાનિક લોકો સાથે મારપીટ થઈ હતી અને એ જ લોકોએ ષડયંત્ર રચીને તેમના દીકરાને શરાબકાંડમાં ફસાવી દીધો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





