તાપી જિલ્લા કલેકટર એન.કે. ડામોરની અધ્યક્ષતામાં પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક યોજવામાં આવી

0
227

આગામી તા. ૨૭મી, મેના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં વ્યારા તાલુકાના કસવાવ ગામે યોજાનારા ગામતળાવ ઉંડું કરવાના ખાતમુહૂર્ત કાર્યક્રમને અનુલક્ષીને તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર એન.કે. ડામોરની અધ્યક્ષતામાં પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા કલેકટર ડામોરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા યોજનાકીય કામગીરીને વેગ મળે એવા ખાસ ઉદ્દેશથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી તમામ અધિકારી તેમને સોંપવામાં આવેલી કામગીરી ગંભીરતાથી કરે એમ જણાવી તેમણે કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા કાર્યક્મના સ્થળે મંડપ, સાઉન્ડ સિસ્ટમ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, ડાયસ પ્લાન, મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન જેવા મુદ્દે વિગતે ચર્ચા કરી સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન જિલ્લા કલેકટર ડામોર અને જિલ્લા વિકાસ અધિકારી જે.બી. પટેલે પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકનું સંચાલન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા પોલીસ વડા એન.એન.ચૌધરી, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિનામા, કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા, કાર્યપાલક ઇજનેર ચૌધરી, વેર-ટુ વિભાગના કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર, વ્યારાના પ્રાંત અધિકારી તુષારભાઇ જાની, નિઝરના પ્રાંત અધિકારી જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.પી.પાટડિયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી રસિલાબેન રાયકા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી આશાબેન વસાવા, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY