ભુજ:
ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુના મોતના મામલે સર્જાયો વિવાદ વધુને વધુ ઘેરો બનતો જાય છે. ૧ જાન્યુઆરી ૨૦૧૮ થી લઈને આ માસ સુધી ૧૧૧ નવજાત શિશુનું મોતને ભેટ્યા છે. ત્યારે એક જ દિવસમાં સાત નવજાત શિશુના મોતનો આક્ષેપ બાદ કલેકટર દ્વારા પણ તપાસના આદેશો કરવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ પણ આવી ગયો છે ત્યારે કોક બંધ નવજાત શિશુનું મોતના પગલે રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું અને આજે ગાંધીનગરથી એક ટીમ તપાસ અર્થે હોસ્પિટલમાં આવી હતી. નવજાત શિશુના મોતના અંગે કોંગ્રેસના રફીક મારા દ્વારા હોસ્પિટલના તંત્ર સામે અને રજૂઆત કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં નવજાત શિશુના મોત અંગે બેદરકારી દાખવી રહ્યું છે. તેવા આક્ષેપો કર્યા બાદ આજે જ્યારે ટીમ તપાસ અર્થે જી.કે.જનરલ હોસ્પિટલમાં આવી હતી ત્યારે તપાસ ટીમને મળવા માટે કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ અને આમ આદમી પાર્ટીના સભ્યો પણ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા.

તપાસ ટીમ, હોસ્પિટલના તંત્રવાહકો અને કોંગ્રેસના અગ્રણીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું
કોંગ્રેસ પક્ષમાંથી રવિ ત્રવાડી, રફીક મારા, ઘનશ્યામસિંહ ભાટી , ગની કુંભાર, આદમ ચાકી અને આમ આદમી પાર્ટીના દત્તેશ ભાવસાર સહિતનાઓ હોસ્પિટલના ડોક્ટર રાવ અને તપાસ ટીમને મળ્યા હતા. ત્યારે નવજાત શિશુ અંગે તપાસ ટીમ ડોક્ટરો અને કોંગ્રેસના અગ્રણીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હોસ્પિટલના દર્દીઓને સારવાર બેદરકારી રાખી રહી છે જેના કારણે મૃત્યુદર વધી રહ્યું છે. યોગ્ય સારવારના ન મળતાં અનેક દર્દીઓને મોતને ભેટી રહ્યા છે.
ગાંધીનગર આરોગ્ય ટીમ દ્વારા કોંગ્રેસ અગ્રણીઓની જણાવવામાં આવ્યું હતું કે પ્રત્યેક નવજાત શિશુના મોતના કેસમાં મૂલ્યાંકન કરવાની સાથે તેનો રિપોર્ટ પણ સરકારમાં રજૂ કરશે. આ રાજ્યની આરોગ્ય ટીમમાં ગાંધીનગરથી ડોક્ટર હિમાંશુ જોશી જામનગરથી ભદ્રેશ વ્યાસ અને રાજકોટથી કમલ ગોસ્વામી અને અદાણી સંચાલિત જી.કે હોસ્પિટલના જ્ઞાનેશ્વર રાવ સહિતના અન્ય ડોક્ટરો દ્વારા કોંગ્રેસના અગ્રણીઓ અને અન્ય નાગરિકો સાથે આ અંગે ચર્ચા કરી હતી.
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં સાથોસાથ પત્રકારો સાથે ગેરવર્તન કર્યો હતો.
રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





