કાશ્મીર વિવાદને ઉકેલવા ભાગલાવાદીઓ સાથે વાતચીત જરૂરી

0
34

ન્યુ દિલ્હી,તા.૧૪
ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ભૂતપૂર્વ પ્રમુખ એ. એસ. દુલાતે કહ્યુ છે કે કેન્દ્ર સરકાર હકીકતમાં કાશ્મીર વિવાદને ઉકેલવા ચાહે છે, તો તેમણે કાશ્મીરીઓ, ભાગલાવાદીઓ તથા પાકિસ્તાન સાથે વાતચીત કરવી પડશે. કાશ્મીર ખીણમાં માત્ર કલમ-૩૭૦ અને કલમ-૩૫એની વાત કરીને શાંતિ સ્થાપિત કરી શકાશે નહીં. આ બંને મુદ્દાઓથી કાશ્મીર ખીણને દૂર રાખવી પડશે.
દુલાતે કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં સેના જરૂરી છે. પરંતુ શાંતિ બહાલીના મામલા સૈન્ય કાર્યવાહીથી ઉકેલાતા નથી. પહેલાના કાશ્મીર અને આજના કાશ્મીરમાં કોઈ મોટો ફરક નથી. જા કે પહેલા કાશ્મીરીઓ આઝાદીની વાત કરતા હતા. પરંતુ આજે કાશ્મીરી જાણે છે કે તેમને ભારત છોડીને કિયા જવાનું નથી અને કાશ્મીર કિયારેય ભારતથી અલગ થવાનું નથી. હાલ કાશ્મીરના કેટલાક બીજા મામલા છે અને તેના માટે વાતચીત થવી જરૂરી છે. દુલાતનું મનવું છે કે આજના માહોલમાં પંજાબને પણ સંભાળવું પડશે. જા કે પંજાબ અને કાશ્મીરના મામલાઓમાં ફરક છે.
રાના ભૂતપૂર્વ ચીફ એ. એસ. દુલાતે નેશનલ સિકિયુંરિટી એડવાઈઝરના મોસ્ટ પાવરફુલ હોવા મામલે પણ સવાલ ઉભો કર્યો છે. દુલાતે કહ્યુ છે કે એનએસએ પહેલા પણ હતા. પરંતુ આજના જેટલા શકિતશાળી ન હતા. વડાપ્રધાન સાથે એનએસએના સારા સંબંધ છે. બની શકે કે મોદી સરકારનું પુનરાવર્તન થશે. તો હાલના એનએસએ આગામી ગૃહ પ્રધાન બની જશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY