કેન્દ્રમાં ભાજપ સરકારને ચાર વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આ ચાર વર્ષની ઉજવણી ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. જોકે વિપક્ષ ગણાતી કોંગ્રેસ દ્વારા પણ આજે ભાજપના ચાર વર્ષ પૂર્ણ થયા ને લઇ ને વિશ્વાસઘાત દિવસ તરીકે આજના દિવસને ઉજવાયો છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં કાળી પટ્ટી સાથે રેલી કાઢી વિવિધ રીતે ઉજવણી કરી હતી.



પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી માંડીને મોંઘવારીમાં વધારો અને બેકારીને કારણે ભાજપની નિષ્ફળતા ને લોકો સમક્ષ મુકવા માટે કોંગ્રેસ દ્વારા વિશ્વાસઘાત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજ ભરૂચ જિલ્લા યુવા કોંગેસ ના કાર્યકરો દ્રારા ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ પાસે ડો,બાબાસાહેબ અંબેડકારની પ્રતિમા પાસેથી ભરૂચમાં પ્રથમ ચાલતી ઘોડાગાડી,ઘોડા,અને પોતાની બાઇકો ને,હાથલારીઓ માં ચઢાવી અનોખી રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ભરૂચ સ્ટેશન સર્કલ થી નીકળેલ રેલી શાલીમાર થઈને પાંચબત્તી ખાતે સંપૂર્ણ થઈ હતી જેમાં કાર્યકરો બેનરો સાથે ઉપસ્થિત રહ્યા હતાં.કોઈ બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવમાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા યુવા પ્રમુખ શેરખાન પઠાણ,સંદીપ મંગરોલા, હેમેન્દ્ર કોઠીવાલા, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





