ફેક FACEBOOK આઈ.ડી. બનાવી સબંધ બાંધવાના ઈરાદે ફરીયાદિને તેના ફેક ફોટા બનાવી ઉપલોડ કરવાની ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકા ખાતેથી શોધી કાઢતી વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ સાયબર સેલ
વડોદરા શહેરમા સાયબર ક્રાઈમના બનતા ગુના અટકાવવા અને નોંધાયેલ સાયબર ક્રાઈમના ગુનાઓ શોધી કાઢી આ ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢવાની પોલીસ કમીશ્નર મનોજ શશીધર તરફથી મળેલ સુચના આધારે તેમજ ક્રાઇમ બ્રાન્ચના નાયબ પો.કમિ સરોજ કુમારી તેમજ અધિક નાયબ પોલીસ કમિશ્નર રાહુલ પટેલ ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એ.આર.ગોહીલ નાઓની દોરવણી હેઠળ સાયબર સેલના પો.સ.ઈ એચ.આર.ડામોર તથા સ્ટાફના સંજય રામદાસ, કુલદિપસિંહ વિગેરે નાઓ ટેકનીકલ સોર્સ આધારે તેમજ બાતમીદારો થકી આ અંગે સતત કાર્યરત રહી આ કામના ફરીયાદી નાઓને “pooja gupta” ના નામની ફેક ફેસબુક આઈ.ડી. દ્વારા ફ્રેંડ રીક્વેસ્ટ મોકલી ફરીયાદિને ફ્રેંડ બનાવી તેમના ફેસબુક મેસેંજર ઉપર “હું ફેક આઈ.ડી. વાપરૂ છુ જો તુ મને બ્લોક કરીશ તો તારા મોર્ફ કરેલા ફોટા અપલોડ કરી દઈશ” તેવી ધમકી આપતા ફરીયાદિ એ તે અંગેની અરજી સાયબર સેલ ખાતે આપેલ જે અરજી આધારે આરોપીની સતત ટેકનોલોજી સોર્સીસ આધારે તપાસમા રહેલા અને “pooja gupta” નામની ફેસબુક આઈ.ડી. બનાવનાર આરોપી દેવેન્દ્રકુમાર મોહનસિંહ ચામઠા રહે ખોખરા તા. ધાનપુર જી. દાહોદ ને પકડી પાડી પુછપરછ કરતા તેને ગુનાની કબુલાત કરતા તેના વિરૂધ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન સાયબર સેલ ખાતે ગુનો રજીસ્ટર કરી અટક કરવામા આવેલ છે.
પ્રતિનિધિ વડોદરા
રોનક ભાવસર
9925556258
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





