પૂર્વ કચ્છ એલ.સીબી. દ્વારા જહાજોમાંથી લાકડાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

0
1094

ગાંધીધામ:  પોલીસ અધિક્ષક ભાવના પટેલ  તથા એલ.સી‌.બી. ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ને બાતમી હકીકત મળેલ કે જુમા આયુબ કોરેજા રહે. નાની ચીરઇ તા. ભચાઉ વાળો પોતાના સાગરિતો સાથે મળી દરિયામાંથી લાકડા ચોરીઓ કરી છે અને ચોરી કરેલી લાકડા ડુંગરશી સોલ્ટ દરિયાકિનારે પડાણા સિમ મધ્યે એકઠા કરેલ છે અને તે લાકડાનો જથ્થો વાહનોથી ઉપાડવાની કામગીરી કરી રહ્યા છે. એ હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ ડુંગરશી સોલ્ટ કારખાનાથી દરિયાકિનારા પર આવતા દુરથી ચારેક ઈસમો લાકડાના જથ્થા પાસે જોવામાં આવતા તેની નજીક જતા ચારેય ઈસમો પોલીસને જોઈને નાસતા તેનો પીછો કરતાં નાસેલાં ઈસમો પૈકી ત્રણ ઈસમોને પકડી પાડી નામ અને ઠામ પૂછપરછ કરાઈ. ૧. સલીમ જુશબ પરીટ (ઉ.વ.૨૫ રહે. નાની ચીરઇ તા.ભચાઉ) ૨.આમદ બાવલા કોરેજા (ઉ.વ.૨૫ રહે. ખારીરોહર તા. ગાંધીધામ) ૩.હુશેન મામદ જુણેજા (ઉ.વ.૨૯ રહે. નાની ચીરઇ). જુમા આયુબ કોરેજા જણાવ્યું કે જમીન પર અલગ અલગ સાઈઝના પડેલા લાકડા નંગ-૧૯ કિ.રૂ.૯૫,૦૦૦/- ના તમામ ચોરી તથા છળકપટથી મેળવેલ હોઈ સી.આર.પી.સી. ડ.૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ લાકડા ઉપાડવા માટેનો હાઈડ્રો નં.GJ 12 AN 1953 વાળુ પડેલ છે. હાઈડ્રો માલિક નામ અને ઠામ પૂછતાં ગુરપ્રિતસિંઘ જસપાલસિંઘ મલ્લી (ઉ.વ.૨૧ રહે. મૂળ પંજાબી હાલે ગાંધીધામ) ચોરી અને છળકપટથી લાકડાની લોડીગ કરવામાં આવેલ હોય તે હાઈડ્રોની કિં.રૂ.૫,૦૦,૦૦૦/- ગણી કબજે કરેલ છે
કેવી રીતે‌ કરતા હતા ચોરી ?
દરિયાઇ વિસ્તારમાં આવતાં-જતાં જહાજોમાંથી લાકડાનું જથ્થો પાણીમાં ફગાવી તેને દરિયા કિનારે એકઠા કરીને હાઈડ્રો દ્વારા વાહનોમાં લોડિંગ કરતાં હતાં.

રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY