સયાજીપુરા વુડાના મકાનના બ્લોક નં.૪, મ.નં.૨૭ માં રહેતો પ્રકાશ લવઘણભાઇ વાઘેલા તેના મકાનમાં ઇગ્લીશ દારુનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે તે મુજબની મળેલ બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો એ રેડ કરી પ્રકાશ લવઘણભાઇ વાઘેલા રહે. સયાજીપુરા વુડાના મકાનના બ્લોક નં.૪, મ.નં.૨૭ વડોદરા વાળાને તેના મકાનમાંથી ઇગ્લીશ દારુના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો
તેના ઘરમાંથી વિદેશી દારુની વ્હીસ્કી તથા જીનની કુલ બોટલો નંગ-૮૬ કિ.રુ.૧૭,૬૦૦/- નો વિદેશી દારુનો જથ્થો તથા મોબાઇલ ફોન-૧ સહીત કુલ્લે કિ.રુ.૨૧,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ. તેની પુછપરછમાં વારસીયા પાણીની ટાંકી પાસે આવેલ શીતળામાતાના મહોલ્લામાં રહેતો સુરજ ઉર્ફે ચુઇ રમણભાઇ કહાર પાસેથી લાવેલ હોવાનું જણાવતા બન્ને વિરુધ્ધમાં બાપોદ પો.સ્ટે.માં પ્રોહીબિશન એકટ મુજબનો ગુનો દાખલ કરાવી વધુ તપાસ માટે બાપોદ પો.સ્ટે. સોપવામાં આવેલ.
પ્રતિનિધિ વડોદરા શહેર.
રોનક ભાવસાર
9925556258
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





