દલિતો દ્વારા બંધ,બંધની ક્યાં-ક્યાં અસર…..

0
103

ન્યુ દિલ્હી,
તા.૨/૪/૨૦૧૮

૧. રાજસ્થાન :
બાડમેરમાં દલિત સંગઠનો અને કરણી સેના વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં ૨૫ લોકો ઘાલ થયા હતા. સ્થતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અહીં કરણી સેના બંધના સમર્થનમાં ઉતરી હતી, જેનો દલિત સંગઠને વિરોધ કર્યો હતો. બીજી બાજુ ભરતપુરમાં મહિલાઓએ હાથમાં લાકડી લઈને રોડ-રસ્તા ઉપર વિરોધ નોંધાવ્યો હતો. અલવરમાં એક મકાનમાં આગ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પુષ્કરમાં ઘણાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે.

૨. મધ્ય પ્રદેશ :
ગ્વાલિયર, ભિંડ અને મુરૈનામાં વધારે હિંસા થઈ છે. ગ્વાલિયરમાં હિંસામાં ૩ લોકોના મોત થયા છે. ટોલ પ્લાઝામાં પણ તોડ-ફોડ કરવામાં આવી છે. રસ્તા ઉપર વાહન સળગાવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ભિંડના મહેગાંવ અને ગોહદમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ઝાબુઆના બજારમાં તોડફોડ કરવામાં આવી છે. સાગરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

૩. પંજાબ :
દરેક સ્કૂલ-કોલેજ, યૂનિવર્સિટી અને બેન્ક બંધ કરી દેવામાં આવી છે. સીબીએસઈની ૧૦માં અને ૧૨માં ધોરણની એક્ઝામ પાછી ઠેલવામાં આવી છે. રાતે ૧૧ વાગ્યા સુધી બસ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાબળોએ ૧૨ હજાર વધારાનું સૈન્ય સુરક્ષા માટે તહેનાત કર્યું છે.

૪. બિહાર :
મધુબની, આરા, ભાગલપુર અને અરરિયામાં ટ્રેનો રોકવામાં આવી. મોતિહારીમાં તોડફોડ. વૈશાલીમાં પ્રદર્શનકારીઓ દ્વારા એમ્યુલન્સ રોકવામાં આવી. માતા ઘણી બુમો પાડતી રહી પણ પ્રદર્શનકારીઓએ રસ્તો ન આપતા એક નવજાત બાળકનું મોત થયું.

૫. ઉત્તર પ્રદેશ :
મેરઠ, ગોરખપુર, સહારનપુર, હાપુડ, બિજનૌર, મુઝફ્ફરનગર, મથુરા અને આગરા સહિત ઘણાં જિલ્લા પ્રદર્શનકારીઓએ હોબાળો કર્યો હતો. મથુરા, હાપુડ અને મેરઠમાં પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડ સાથે વાહનો અને પોલીસ સ્ટેશનમાં પણ આગ લગાડવામાં આવી હતી. ઓગ ઓલવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો.

૬. ઓરિસ્સા- પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી.

૭. ઝારખંડ :
રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યા. ઘણી જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી. પ્રદર્શનકારીઓએ જબરજસ્તી બજારો બંધ કરાવ્યા હતા. રાંચીમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જમશેદપુરમાં એક ટ્રકમાં આગ લગાવવામાં આવી હતી.

૮. ગુજરાત :
સૌરાષ્ટ, કચ્છ, રાજકોટ અને અમદાવાદમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા, બસોમાં તોડફોડ કરી અને વિવિધ જગ્યાએ આગ લગાડવામાં આવી.

૯. હરિયાણા :
નેશનલ હાઈવે-૧ બંધ કરી દેવામાં આવ્યો. કૈથલમાં રોડવેઝ ડેપોમાં ઘુસી ગયા હતા. અહીં ટીકિટ કાઉન્ટર પર તોડફોડ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ એક ટ્રેન એન્જન પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ભીડને ભગાડવા માટે અશ્રુસેલ પણ છોડ્યા હતા.

૧૦. છત્તીસગઢ :
રાજ્યમાં દવાની દુકાનોને બાદ કરતા આખુ બજાર બંધ કરાવવામાં આવ્યું છે. ઘણાં જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓએ જબરજસ્તી બજાર બંધ રખાવ્યા હતા. અહીં હિંસાની કોઈ માહિતી મળી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY