રાજપીપલા ગાર્ડન આગળ રાજપથ ગેસ્ટ હાઉસ ઉપર ચાલતું  બાંધકામ પાલિકાએ અટકાવ્યું 

0
37

સ્થાનિક ને અડચણ રૂપ હોય, પરવાનગી વગર બાંધકામ ને તાત્કાલિક અટકાવવા નોટીશ

ત્રણ જેટલા બિનઅધિકૃત બાંધકામ પરવાનગી વગર ચાલતા હોોવાનો સ્થાનિક રહીશ નો આક્ષેપ રાજપીપળા

રાજપીપલા કાળા ઘોડા પાસેના મુખ્ય ગાર્ડન ની સામે આવેલ રાજપથ ગેસ્ટ હાઉસ અને રાજકોમ્લેક્સ ઉપર હાલ બાંધકામ ચાલી રહ્યું છે જે કોમ્પ્લેક્સ અને ગેસ્ટ હાઉસ માં જવા આવવા માં લોકોને તકલીફ પડી રહી છે આ બાંધકામ અંગેની પાલિકાની કોઈ મંજૂરી નથી જે અંગે ની જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા ને નુરમહંમ્મદ મન્સુરીએ લેખિત માં રજૂઆત કરી હતી જે બાબતે કલેકટરે રાજપીપલા નગર પાલિકાને તપાસનો આદેશ આપતા પાલિકા તંત્ર દોડતું થયું હતું અને રાજપીપલા મુખ્ય આધિકારી એ તપાસ કરતા આ બાંધકામ ને બિન અધિકૃત અને બીજા ના હક્ક, હિતને નુકશાન થાય તેમ હોય તાત્કાલિક બંધ કરવાની નોટિસ બાંધકામ કરતા સિકંદર કલાઇવાળા ને આપી છે. આ બાબતે રાજપથ કોમ્લેક્સ ના મલિક નુરમહમંદે જણાવ્યું હતું કે રાજપીપલા ગાર્ડન બહાર આવેલ સીટ નંબર 29 સર્વે નંબર 3 પૈકી વાળી જમીન પર ઉપર ધાબા પર બાંધકામ કરે છે જે ઘણું અડચણ રૂપ છે અને પરવાનગી પણ નથી તો આ બાબતે રજૂઆત કરી આ સાથે આવા બે બાંધકામ પણ રાજપીપળામાં બિનઅધિકૃત રીતે ચાલતા હોય જેની સામે પણ પગલાં ભરવા જોઈએ હાલ કલેકટરને રજુઆત કરતા કામ અટક્યું છે પણ આવા લોકો સામે કાયદેસર ના પગલાં ભરવા જોઈએ .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY