2019 ની ચૂંટણી પેહલા અચાનક રાજીનામુ ધરી દેતા અનેક તર્ક વિતર્ક
રાજપીપળા પાલિકાના કોર્પોરેટર અને ભાજપ મહિલા મોરચા પ્ર્રમુખ દત્તા ગાંધીએ કૌટુંબિક કારણોસર રાજીનામુ આપ્યું હોવાનું એમણે જણાવ્યું હતું
રાજપીપળા: રાજપીપલા ના ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ અને સક્રિય કાર્યકર્તા દત્તાાબેન ગાંધી એ અચાનક એમના ભાજપ મહિલાા મોરચા ના હોદ્દાદા પર થી રાજીનામુ ધરી દેતા ભાજપ વર્તુળ માં ભારેે ચર્ચા જોવા મળી હતી ત્યારે સક્રિય કાર્યકર અને ઉચ્ચ હોદ્દા પર થી આમ અચાાનક રાજીનાામુ કેમ આપ્યું એ બાબતે અનેક શંકાઓ સેવાઈ રહી હતી શું ભાજપ માં ભંગાણ થવાની આ શરૂઆત છે કે અન્ય કોઈ કારણ હશે એ બાબતે ઠેર ઠેર ચર્ચાઓ ચાલી રહી છે જોકે વર્ષો થી ભાજપ સાથે ખભે ખભા મિલાવી ભાજપ સાથે રહી પક્ષ તરફી કામ કરતા દત્તાબેન ગાંધી એ આમ અચાનક આટલા મોટા હોદ્દા પર થી રાજીનામુ કેમ ધર્યું હશે એ સવાલ દરેક ને મૂંજવી રહ્યો છે ત્યારે આ માટે ખુદ દત્તાબેન પક્ષ કે અન્ય કોઈ ને જવાબદાર ગણાવતા નથી બલ્કે પોતાના અંગત કારણે આ નિર્ણય લીધો હોવાનું કબૂલે છે.
મારા અંગત કારણોસર મેં રાજીનામુ આપ્યું છે: દત્તાબેન ગાંધી
આ બાબતે દત્તાબેન સાથે વાત કરતા જણાવ્યું કે મારો બાબો હાલ દસ માં ધોરણમાં હોય ત્યારે બોર્ડ ની પરીક્ષા નું ટેન્શન અને સામે લોકસભા ની ચૂંટણી આવતી હોય મારા માથે વધુ જવાબદારી આવે ત્યારે હું બંને બાજુ કામ ન કરી શકું માટે મારા બાળકના ભવિષ્ય ને ધ્યાને રાખી મેં ફક્ત મહિલા મોરચા ના પ્રમુખ પદે થીજ રાજીનામુ આપ્યું છે બાકી ભાજપ કાર્યકર અને નગરપાલિકા કૉરપોરેટર તરીકે હું યથાવત રીતે કામ કરીશજ મે મહિલા મોરચાના પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યું છે તો બીજા ને તક મળશે અને કંઈક શીખવાનું પણ મળશે મારીએવી પણ ભાવના છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





