બેંકોની ભૂમિકાને કારણે નોટબંધીનો લાભ લોકોને મળ્યો નહિ : નીતિશ કુમાર

0
23

બિહારના લોકોમાં લોન લેવાની વધારે આદત નથી,બેન્કોએ આકરા માપદંડો નક્કી રાખ્યા છે
પટણા,તા.૨૭
કેન્દ્રની એનડીએ સરકાર નોટબંધીના નિર્ણયને હંમેશા એક મોટી સફળતાના રૂપમાં ગણાવતી આવી છે પરંતુ હવે તેની જ એક સહયોગી પાર્ટીએ પ્રશ્ન ઉઠાવ્યાં છે. એક સમયે નોટબંધીનું ભારે સમર્થન કરનારા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે તેની નિષ્ફળતા માટે બેંકોને જવાબદાર ઠેરવી છે. નીતીશ કુમારે કહ્યુ હતું કે, બેંકોની ભૂમિકાના કારને નોટબંધીનો જેટલો લાભ લોકોને મળવો જોઈતો હતો, તેટલો મળ્યો નથી.
નીતીશ કુમારે કહ્યુ હતું કે, હું પહેલા નોટબંધીનો સમર્થક હતો પરંતુ તેનો કેટલો લાભ લોકોને મળ્યો? કેટલાક લોકો પોતાના પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી નાખ્યા. દેશની પ્રગતિમાં બેંકોની મોટી ભૂમિકા હોય છે. બેંકોનું કામ માત્ર જમા, લોન આપવાનું કે લેવડ દેવડનું જ નથી, પરંતુ એક એક યોજનાઓમાં બેંકોની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે. તેમણે કહ્યુ હતું કે, બિહારના લોકોમાં લોન લેવાની વધારે આદત નથી, જે લોકો લોન લેવા માંગે છે, તેમના માટે બેંકોએ આકરા માપદંડા નક્કી કરી રાખ્યાં છે. જેથી તેમને ખુબ જ મુશ્કેલીઓ થાય છે.
નીતીશ કુમારે બેંકોને સંભળાવતા કહ્યુ હતું કે, નાના લોકોને લોન આપવાની થાય ત્યારે તમે વિશિષ્ટ બની જાવ છો પરંતુ એવા શક્તિશાળી લોકોનું શું જેઓ લોન લઈને રફુચક્કર થઈ જાય છે? એ ખુબ જ આશ્ચર્યજનક છે કે, બેંકોના ટોચના અધિકારીઓને પણ આ બાબતની જાણ સુધી નથી થતી. બેંકિંગ સિસ્ટમમાં સુધારની જરૂર છે. હું કઈં ટીકા નથી કરી રહ્યો, પણ તેને વ્યક્ત કરી રહ્યો છું. નીતીશ કુમાર પટનામાં રાજ્યસ્તરીય બેંકર્સ સમિતિ દ્વારા આયોજીત સમીક્ષા બેઠકને સંબોધિત કરતા આમ કહ્યુ.
બિહારના મુખ્યમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, દેશના વિકાસ માતે જે ધનરાશી સરકાર પુરી પાડે છે, તેની યોગ્ય ફાળવણી માટે બેંકોએ પોતાની સિસ્ટમ મજબુત બનાવવી પડશે. ઉપરથી લઈને નીચે સુધી આ બાબતે પર નજર રાખવી પડશે. બેંકિંગ સંસ્થાઓને વધારે મજબુત કરવા પર ભાર આપતા નીતીશ કુમારે કહ્યુ હતું કે, બેંકોની ભૂમિકા દિવસે દિવસે વધતી જ જશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY