ટ્રમ્પ સામે વિરોધ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ચઢી ગઈ મહિલા

0
114
ઝીરો ટોલરન્સ પોલિસી સામે અમેરિકામાં ફેલાયેલા આક્રોશનો પડઘો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારની ગેરકાયદેસર ઈમિગ્રન્ટસ માટેની ઝીરો ટોલરન્સ નીતિ સામે અમેરિકામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જોકે એક મહિલાએ આ અંગે ધ્યાન ખેંચવા માટે એવુ પગલુ ભર્યુ હતુ. તેના કારણે આખા ન્યુયોર્કમાં તેની ચર્ચા થવા માંડી હતી. ન્યુયોર્કની રહેવાસી થેરેસા પેટ્રિસિઆ વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ચઢી ગઈ હતી. થેરેસા આમ તો ટ્રમ્પ સામે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ખાતે પ્રદર્શન કરવા માટે આવેલા ગ્રુપનો જ હિસ્સો હતી પણ તેણે તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર જ ચઢાઈ કરી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે પહેલા તો તેને સમજાવી હતી. જોકે થેરેસા જ્યાં સુધી ડિટેન્શન સેન્ટરમાંથી બાળકોને છોડવામાં ના આવે ત્યાં સુધી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પરથી ઉતરવાનો જ ઈનકાર કરી દીધો હતો. જેના પગલે થેરેસાને પોલીસે 3 કલાક બાદ જબરદસ્તીથી નીચે ઉતારી હતી. થેરેસાએ 4 જુલાઈએ અમેરિકાના સ્વતંત્ર દિવસે જ આ દેખાવો કર્યા હતા. જેથી મહત્તમ લોકોનું ધ્યાન ખેંચાય. તેણે કરેલા દેખાવોનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY