ચીનની વ્યૂહાત્મક ભાગીદારી ઇતિહાસના સર્વશ્રેષ્ઠ સ્તર પર છે : પુતિન

0
5

માસ્કો/બેઈજિંગ,તા.૨૭
વૈશ્વિક પટલ પર અમેરિકા સામે રશિયા અને ચીન બંને હવે રણનીતિક ભાગીદારીને આગળ વધારતા દેખાઈ રહ્યા છે. આનો એકરાર રશિયાના રાષ્ટપ્રમુખ વ્લાદિમીર પુતિને પણ કર્યો છે. પુતિને કહ્યુ છે કે રશિયા અને ચીનની વ્યૂહાત્મક ભાગીદારી ઈતિહાસના સર્વશ્રેષ્ઠ સ્તર પર વિકસિત થઈ રહી છે અને આ રણનીતિક ભાગીદારીની ભવિષ્યની સંભાવનાઓ પણ ઘણી સારી છે.
પુતિને એક પત્રકાર પરિષદમાં સવાલનો જવાબ આપતા કહ્યુ છે કે રશિયા અને ચીનના સંબંધોને ફરીથી વ્યાખ્યાયિત કરવાની જરૂરત નથી. હકીકતમાં રશિયા અને ચીને સારા રણનીતિક સંબંધો સ્થાપિત કર્યા છે. પુતિને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની ૧૯મી નેશનલ કોંગ્રેસ સંદર્ભે વાત કરતા કહ્યુ હતુ કે તેમણે લાંબા ગાળામાં દ્વિપક્ષીય સંબંધોને સારા બનાવવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ પેદા કરી છે. તેમણે કહ્યુ છે કે તેમના તાજેતરના નિર્ણયોએ દ્વિપક્ષીય સંબંધોને વધુ સ્થાયી બનાવી દેવાયા છે. આ સંબંધો વચગાળા માટે જ નહીં. પણ લાંબાગાળા માટે પણ છે.
રશિયાના રાષ્ટપ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યુ છે કે કોરિયન વિસ્તારમાં પરમાણુ નિશસ્ત્રીકરણને આગળ વધારવા ચીનના સક્રિય પ્રયાસો અને આની સાથે સંબંધિત મુદ્દાઓને ઉકેલવામાં ચીનની વ્યાપક ભૂમિકાથી કોરિયન વિસ્તારમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે. સ્પેનના કેટાલોનિયાની આઝાદીને લઈને શરૂ થયેલા અભિયાનને રશિયાનો ટેકો હોવાના આરોપોને પુતિને રદિયો આપ્યો છે. પુતિને કહ્યુ છે કે રશિયા ચાહે છે કે સ્પેન પોતાની પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY