ભાવનગરના મહુવાના સુંદરનગરના રસ્તે જંગલ વિસ્તારમાંથ હત્યા કરાયેલ યુવક લાશ મળી આવી છે. લાશ અંગે તપાસ કરતા ખૂટવડા અશોકભાઈની લાશ હોવાનું સામે આવ્યુ છે. મૃતકને બહેનની સગાઈની લાલચ આપી સુંદરનગર બોલાવાયો હતો. જેથી અશોક તેની બહેનને લઈને ત્યાં ગયો હતો. જ્યાં અવાવરૂ જગ્યાએ લઇ જઇને અશોકની હત્યા કરી દેવાઇ હતી. જ્યારે હત્યારાઓની ચુંગાલમાંથી તેની બહેન બચીને નાસી ગઇ હતી. યુવતી પોતાનો જીવ બચાવીને પોલીસ સ્ટેશન પહોંચી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. જ્યારે બીજી તરફ ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



