આજરોજ ધો. 10 ગુજરાત બોર્ડ ની પરીક્ષા નું પરિણામ જાહેર થતાંજ વાલીઓ અને વિદ્યાર્થીઓ માં ઉત્સુકતા જોવા મળી હતી, નર્મદા જિલ્લા નું બોર્ડડ નીી પરીક્ષાષા માં ચાાલુ વર્ષે દેખાવ સારો રહ્યો હતો, ગત વર્ષે 46.90℅ પરિણામ સાથે સૌથી નીચલા સ્તરે રહેલા નર્મદા જિલલો ચાલુ વર્ષે 60.79% સાથે સમગ્ર રાજ્ય માં 26 માં સ્થાને રહ્યો છે.
નર્મદા જિલ્લા માં પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરવામાં જયંબે સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ ગત વર્ષ ની જેમ બાજી મારી છે, જેમાં જૈનીલ પટેલ 99.93 પર્સનટાઈલ સાથે પ્રથમ ક્રમે, ચૌધરી અંકિત 99.9 પર્સનટાઈલ સાથે બીજા ક્રમે જ્યારે કાછીયા પૂજા 99.52 પર્સનટાઈલ સાથે જિલ્લા માં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે.
પટેલ જૈનીલ અને કાછીયા પૂજા એ એન્જીનીયરીંગ ક્ષેત્રે પોતાની કારકિર્દી આગળ ધપાવવાનું જણાવ્યું હતું અને ભવિષ્ય માં IIT માં અભ્યાસ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો
અંકળાકીય માહિતી જોઈએ તો નર્મદા જિલ્લા માં કુલ 6588 વિદ્યાર્થીઓએ એસ.એસ.સી બોર્ડ ની પરીક્ષા આપી હતી જેમાંથી લગભગ અંદાજીત 4000 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં A1 ગ્રેડ માં 5 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ માં 75 વિદ્યાર્થીઓ નો સમાવેશ થાય છે
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતા પરિણામ માં 13.89% નો વધારો થતાં તંત્ર માં હાશકારો જોવા મળ્યો છે.અને અગાઉ પરિણામો માં વધુ સુધારો આવશે તેવી આશા સેવાઇ રહી છે.
ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






