ડેડીયાપાડાના કોલીવાડા ગામના યુવાનને રસ્તામાં તૂટીને પડેલા વીજ વાયરથી કરંટ લાગતા મોત

0
37

યુવાન ખેતરે જવા નીકળ્યો હતો ત્યાં રસ્તામાં ચાલુ વીજ પ્રવાહ વાળો તૂટીને પડેલો વાયર અડી જતા સ્થળ પર મોત થયું હતું 

રાજપીપળા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા ગામમાં રહેતા મહેન્દ્ર તલસીભાઇ વસાવા (35) ગતરોજ એમના ઘરે થી ખેતરે જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં વીજ પૉલ પર થી તૂટીને પડેલો કરંટ યુક્ત વાયર અડી જતા સ્થળ પરજ એમનું મોત થતા આ બાબતે મૃતક ના ભાઈ મનહર વસાવા એ ડેડીયાપાડા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

વીજ કંપનીના આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લા ના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં લંગરીયા નાખી ડાયરેક્ટ વીજ જોડાણો લઈ ઘરની લાઈટો ચલાવતા અમુક તત્વો વીજ બિલ નહિ ચૂકવવા  સીધા પોલ પર થી જતા વાયરો પર લંગરીયા નાખી ગેરકાયદેસર કનેકશનો લેતા હોય છે ત્યારે આવા કનેકશનો નાખતા મુખ્ય લાઈનો પર સ્પાર્ક થતા ક્યારેક આમ વાયરો તૂટી જતા આવી ઘટના બને છે ત્યારે બિલ બચાવાની લાલચે આવા વ્યક્તિઓ નો ભોગ લેવાય છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY