જમીન સાે જમીનો મળતા 5 પરિવારોનું સ્થળાંતર : જાતે ઘર તોડી હવે મળેલ પ્લોટ પર બનાવશે નવું ઘર

રાજપીપળા : છેલ્લા ચાર વર્ષથી ચાલતો ભારત ભવનનો વિવાદનો આખરે અંત આવ્યો છે. સરકાર આદિવાસી પરિવાર સામે ઝૂકી અને પ્લોટ ફાળવ્યો રોકડ રકમ પણ આપી એક પેકેજ આપતા આ પરિવારોએ જાતે પોતાના ઘરો ખસેડી લેવાની કવાયત હાથ ધરી જાતે સ્થળાંતર થઇ રહ્યા છે.

ભારત ભવન જ્યાં બને છે તેમાં વચ્ચે આવતા પાંચ આદિવાસી ભાઈઓના મકાન ને લઈને વિવાદો ચાલતા હતા અને પોલીસ પ્રોટેકશન સાથે વિરોધને છાસવારે શાંત કરવો પડતો હતો અને આદિવાસીઓ દ્વારા વિરોધ થતા કેટલીયવાર ડિટેન કરવાની પણ ફરજ પડી હતી ત્યારે હાલ 31 ઓક્ટોબરે પી.એમ નરેન્દ્ર મોદી આવવાના હોય હાલ ખુબ ઝડપી ભારત ભવનની કામગીરી ચાલે છે ત્યારે વિવિદ ને ખાળવા સરકાર ઝૂકી અને તાત્કાલિક કોઠી ગામે આ પાંચ પરિવારોને જમીનના પ્લોટ આપ્યા અને રોકડ રકમ આપીને આ વિવાદને વહીવટી તંત્ર દ્વારા શાંત પાડવામાં આવ્યો ત્યારેઆ પરિવારોને પેકેજ મળી જતા તેઓમાં આનંદ જોવા મળ્યો છે.અને ખુશી ખુશી પોતાના ઘરની એક એક ઈંટ કાઢી એક નવા આશિયાના બનાવવા જઈ રહ્યા છે ત્યારે તેઓ દિવાળી પોતાના નવા ઘરમાં ઉજવશે એમ આ સાથે એક વિવાદનો કાયમી ઉકેલ આવી ગયો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






