ભરૂચ કિશાન વિકાસ સંઘ અને પોલ્યુશન કન્ટ્રોલ એસોસિયેશન દ્રારા આજ રોજ ભરૂચ જિલ્લા કલેકટર અને રાજ્યપાલને સંબોધી આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી કે ભારત સરકારના નાફેડ દ્રારા ગુજકો માસોલને તુવેરની ખરીદી કરવા દરેક તાલુકા કક્ષાએ કઠોળ અને તેલીબિયા મંડળીને તુવેર ખરીદીની જાહેરાત કરી હોવા છતાં પણ તુવેરની ખરીદી બંધ કરેલ હોઈ ખરીદીની સમય મર્યાદા પણ વધારવા અને ૧૨ ક્વિન્ટલને બદલે ૨૪ ક્વિન્ટલ ખરીદી કરવા રાજ્ય સરકારને સૂચના આપવા માટે ભલામણ કરવામાં આવી છે.
ભરૂચ કઠોળ તેલીબિયા મંડળીને ખરીદની સત્તા આપવામાં આવેલ હોવા છતાં તેમણે ૧૫મી મે ખરીદી બંધ કરેલ છે જેમાં બે મહિના પહેલા કિશાનોએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હોવા છતાં પણ કિસાનોની તુવેર લેવામાં આવેલ નથી અને મંડળી દ્રારા બારદાન ના હોવાના બહાના હેથળ ખરીદી બંધ કરેલ છે જે કિસાનો માટે અન્યાયકર્તા છે હોવાનું જણાવ્યું હતું.
ભરૂચ લોકસભામાં આવેલા કરજણ,સરભાણ્, પાદરા, જંબુસર ખાતે તુવેર ખરીદી ચાલુ છે પરંતુ ભરૂચ જિલ્લા કક્ષાએ આ ખરીદી ૧૫મી મેથી બનશે આપ કેન્દ્રમાં તેની ખરીદી બંધ કરવાથી લગભગ ૮૦૦ થી ૧૦૦૦ કિસાનોની ઓનલાઇન નોંધણી હોવા છતાં તુવેરો લેવામાં આવી નથી. જેના કારણે કિશાનો આત્મહત્યા કરવા મજબુર બન્યા છે અને નોંધણી સિવાયના હજારો ખેડૂતોને હજારો ક્વિન્ટલ તુવેર હજુ કિસાનોના ઘરમાં પડે છે જેથી કિસાનો નાસી પાસ થાય છે.
જેથી વહીવટી તંત્ર અને સરકાર દ્રારા કિશાનોને કઈ ઘટતું કરી આપી ઘરમાં પડેલ તુવેરોનો ઝડપી નિકાલ થાય તેવી માંગ પણ ભરૂચ કિશાન વિકાસ સંઘ અને પોલ્યુશન કન્ટ્રોલ એસોસિયેશન પ્રમુખ અરવિંદસિંહ રાણા દ્રારા કરવામાં આવી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






