ભૂતપૂર્વ રાષ્ટપતિ પ્રણવ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં સામેલ થશે

0
10

પ્રણવ મુખર્જી સંઘ શિક્ષણ વર્ગના ત્રીજા વર્ષના કાર્યક્રમમાં હાજરી આપશે
ન્યુ દિલ્હી,તા.૨૮
ભારતના ભૂતપૂર્વ રાષ્ટપતિ પ્રણવ મુખર્જી આગામી ૭ જૂને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના નાગપુર સ્થિત હેડ ઓફિસ જશે.
પ્રણવ મુખર્જી સંઘ શિક્ષણ વર્ગના ત્રીજા વર્ષના કાર્યક્રમમાં સામેલ થશે. આટલું જ નહીં પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવકોને સંબોધિત પણ કરશે.
માહિતી અનુસાર, પ્રણવ મુખર્જીની આ મુલાકાતની ખાતરી તેમના કાર્યાલય દ્વારા કરવામાં આવી છે.. આટલું જ નહીં સંઘના કાર્યાલય તરફથી પણ તેમની મુલાકાતની ખાતરી કરવામાં આવી છે.
પ્રચારક બનવાની લાયકાર મેળવવા માટે યોજાનારા આરએસએસના સંઘ શિક્ષણ વર્ગના ત્રીજા વર્ષની શિબિરમાં સામેલ થવા માટે પ્રણવ મુખર્જીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. આ શિબિરને ઓફિસર્સ ટ્રેનિંગ કેમ્પ એટલે કે ઓટીસી પણ કહેવામાં આવે છે.
મુખર્જી ઓફિસ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, તેઓ આ કાર્યક્રમમાં સામેલ થવા માટે નાગપુર જશે. તેઓ નાગપુરમાં બે દિવસ રહેશે અને ૮ જૂને પરત આવશે.
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ પ્રણવ મુખર્જી પોતાના રાજકીય કરિયરમાં કાંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા, જ્યાં તેમણે કાંગ્રેસની સરકારમાં નાણાં મંત્રાલય, રક્ષા મંત્રાલય જેવા મહત્વપૂર્ણ મંત્રાલયને સંભાળ્યું હતું. એવામાં તેમની સંઘની મુલાકાતથી નવાઇ લાગી રહી છે, કારણ કે આરએસએસને ભારતીય જનતા પાર્ટીના માતૃ સંગઠન તરીકે ઓળખવામાં આવે છે અને કાંગ્રેસ પાર્ટી ભાજપ સાથે-સાથે સંઘનો પણ કટ્ટર વિરોધી રહ્યા છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY