આપણે વિશ્વમાં આતંકની સાથે સાથે સાયબર અપરાધો સામે લડવાની જરૂરત : સુષ્મા સ્વરાજ

0
13

પ્રીટોરિયા,તા.૫
‘બ્રિક્સ’(બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન તેમ જ દક્ષિણ આફ્રિકા)ના સભ્ય દેશોએ કાળા નાણા ધોળા કરવા, આતંકવાદીઓને નાણાં ધીરવા તેમ જ કટ્ટરવાદ ઘટાડવા સહિયારી કામગીરી આદરવી જોઈએ, ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે બ્રિક્સ દેશોની મિટિંગમાં હાકલ કરી હતી. બહુપક્ષીય કરાર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર-વાણીજ્ય તેમજ નિયમોને આધારે વિશ્ર્વમાં વ્યવસ્થાની બાબતમાં ભારે પ્રતિકૂળતા પ્રવર્તી રહી છે અને લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ છે તે વેળાએ આપણે મિટિંગ યોજી રહ્યા છીએ.
બ્રીક્સ વિદેશ પ્રધાનોની મિટિંગમાં હાજરી આપવા સ્વરાજ દક્ષિણ આફ્રિકાની પાંચ દિવસીય મુલાકાતે ગયા છે. આવતા મહિને જોહાનિસબર્ગ ખાતે યોજાનારી વાર્ષિક શિખરમંત્રણાનો પાયો નાખવા આ મિટિંગ યોજાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને બ્રિક્સની વાર્ષિક શિખર મંત્રણામાં હાજરી આપવા જોહાનિસબર્ગ જવાના છે. સંગઠનના સભ્યોમાં આપસમાં સહકાર વધારવા અમારી ચર્ચાવિચારણા સહાયભૂત થશે, એમ સ્વરાજે જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બાબતોમાં તેમ જ સંગઠનના દેશોમાં આપસમાં સહકાર વધુ ગાઢ બનાવવાની બાબતને ભારત વધુ મહત્વ આપે છે. લાંબા ગાળાના વિકાસ માટે વિવિધ પડકારોને પહોંચી વળવા બ્રીક્સ સમૂહના દેશોએ સંયુક્ત કામગીરી આદરવી જાઈએ.
વૈશ્ર્વીકરણના લાભ વ્યાપકપણે સૌને મળે તે હજી મોટો પડકાર છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રીક્સમાં આતંકવાદ વિરોધી વ્યૂહ ઘડવાનો અનુરોધ કર્યો છે. સાયબર અપરાધો સામે લડવાની પણ આવશ્યકતા છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY