ન્યૂયોર્ક,તા.૨૮
ભારતીય મૂળના શીખ યુવાનની અમેરિકાના ઓહાયો ખાતે ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. છેલ્લા આઠ વર્ષથી અમેરિકા રહેતા ટ્રક ડ્રાઇવર જસપ્રીતસિંહને ૨૦ વર્ષના જાન્સ રોબર્ટે ગોળી મારી હતી.
જાન્સ વિરુદ્ધ લૂંટ, હુમલો અને ગેરકાયદે હથિયાર રાખવા અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. કાઉન્ટી પ્રોસિક્યુટર માઈકલ ગ્મોસરે જણાવ્યું હતું કે ૧૨ મેના રોજ જસપ્રીતને ગોળી મારવામાં આવી હતી જેને પરિણામે તેનું મ્ાત્યુ થયું હતું.
પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે જોન્સ વિરુદ્ધ હવે ખૂનનો ગુનો નોંધવામાં આવશે. જાન્સ રોબર્ટના વકીલ ડેવિડે તેના તરફથી દોષી હોવાની અરજી દાખલ કરી છે. શીખ સમુદાય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હત્યા પાછળ કોઈ પૂર્વગ્રહ પ્રેરિત કાવતરું જણાતું નથી.
શીખ સમુદાયની સંસ્થા જસપ્રીત કેસની સતત દેખરેખ રાખી રહી છે. તેમણે જસપ્રીતના પરિવારને દિલગીરી વ્યક્ત કરી હતી. જસપ્રીતના મિત્ર મનજીતે જણાવ્યું હતું કે જસપ્રીત એક ઉમદા અને સરળ સ્વભાવનો માણસ હતો. જસપ્રીતના પરિવારમાં ચાર સંતાન છે.
જસપ્રીતના હત્યારા રોબર્ટને દસ લાખ ડોલરના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેણે ૩૧ મેના રોજ કોર્ટમાં હાજર થવું પડશે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






