આગામી ૪૮થી૭૨ કલાકમાં કેરળમાં ચોમાસુ બેસી જશે : હવામાન વિભાગ

0
20

૨૦૧૮ના વર્ષમાં ચોમાસુ સામાન્ય રહેશે
ન્યુ દિલ્હી,તા.૨૮
વરસાદની ચાતક નજરે રાહ જાતા ખેડૂતોની ઇંતેજારીનો અંત આવશે. આગામી ૪૮થી ૭૨ કલાકમાં કેરળમાં ચોમાસુ બેસી જશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમી ચોમાસું સયમસર છે અને આગામી ૪૮-૭૨ કલાકમાં કેરળનાં કાંઠે પહોંચી જશે.
હવામાન ખાતાએ અગાઉ આગાહી કરી હતી કે ૨૯ મેના રોજ કેરળમાં વરસાદ શરૂ થઇ જશે. અર્થ સાયન્સ મંત્રાલયનાં સેક્રેટરી એમ રાજીવે ટ્‌વીટ કરીને માહિતી આપી હતી કે, આગામી ૭૨ કલાકમાં કેરળ અને લક્ષદ્વિપમાં ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૦૧૮ના વર્ષમાં ચામાસુ સામાન્ય રહેશે એટલે વરસાદ સારો આવશે. જો વરસાદ સામાન્ય રહે તો ખેતી માટે વર્ષ સારુ રહે અને દેશના અર્થતંત્રને વગે આપે.
ચોમાસા પર ભારતનું અર્થતંત્ર નિર્ભર છે અને આ ચોમાસુ દેશની આગામી આર્થિક વ્યવસ્થા નક્કી કરે છે. દેશનો ૭૦ ટકા ખેતીનો વિસ્તાર આ ચોમાસાના વરસાદ પર નભે છે. ભારત દેશ એશિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે. દેશના મોટાભાગના ખેડૂતો તેમના પાક માટે વરસાદ પર આધાર રાખે છે.
સામાન્ય રીતે ૧ જુનના રોજ ચોમાસુ કેરળમાં બેસે છે પણ આ વર્ષે ત્રણ દિવસ વહેલા ચોમાસુ બેસશે. ચોમાસુ બેઠા પછીના પંદર દિવસમાં જ આ વરસાદ અડધા દેશને આવરી લે છે. ચોખા, સોયાબીન અને કપાસને આ વરસાદથી ખૂબ મોટો ફાયદો થાય છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY