વિશ્વને લશ્કર-એ-તોઈબાથી સૌથી વધુ ખતરો આતંકીઓ માટે સ્વર્ગ છે પાક., સિરીયાથી ત્રણ ગણું ખતરનાકઃ રિપોર્ટ

0
58

ન્યુ દિલ્હી,તા.૨૭
“પાકિસ્તાન આતંકવાદને પાલવી રહ્યું છે અને આગામી વર્ષોમાં સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ બનશે.” ભારતના પાકિસ્તાન વિરૂદ્ધ આરોપોને સાચા પૂરવાર કરતો આંતરરાષ્ટ્રીય રિપોર્ટ આવ્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને સ્ટ્રેટેજિક ફોરસાઇડ ગ્રુપ દ્વારા ‘હ્યુમિનિટી એટ રિસ્ક-ગ્લોબલ ટેરર થ્રેટ ઇન્ડિકેટ’નામનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના આક્ષેપોને સમર્થન આપવામાં આવ્યું છે.
આ રિપોર્ટ મુજબ પાકિસ્તાન હાલમાં પણ આતંકવાદીઓને રક્ષણ પૂરુ પાડી રહ્યું છે અને પાકિસ્તાનની નીતિઓ હેઠળ આતંકવાદ સોળ કળાએ ખીલી રહ્યો છે. જ્યાં એક તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાન તાલિબાન અને લશ્કર-એ-તૈયબાથી સૌથી વધારે ખતરો છે, ત્યાં બીજી તરફ પાકિસ્તાન આ દેશોના લિસ્ટમાં ટોચનું સ્થાન ધરાવે છે. રિપોર્ટ સ્પષ્ટપણે જણાવે છે કે પાકિસ્તાન સિરીયાથી ત્રણ ગણું વધારે ખતરનાક છે. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં સૌથી વધારે આતંકીઓ આશ્રય લઇ રહ્યા છે જે એમના માટે સ્વર્ગથી ઓછું નથી.
આ રિપોર્ટમાં વિશ્વને સંદેશો આપવામાં આવ્યો છે કે વિશ્વસ્તરે ખતરનાક આતંકી સંગઠનો પર નજર નાંખીએ તો તેમાં સૌથી વધારે સંગઠનોને પાકિસ્તાનનું રક્ષણ પ્રાપ્ય છે અથવા કોઇને કોઇ રીતે પાકિસ્તાન તેમને મદદ કરી રહ્યું છે. બીજી બાજુ અફઘાનિસ્તાનના બધા જ આતંકી સંગઠનોને પાકિસ્તાનની મદદથી ચલાવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે કે ચરમપંથીઓમાં વધારો અને હથિયારોનો વધુ પડતો ઉપયોગ માનવ વિકાસ પર વિપરીત અસર પાડી શકે છે. આ બધી બાબતો એકબીજા સાથે જાડાયેલી છે. ૮૦ પાનાના આ રિપોર્ટમાં આગામી ૧૦ વર્ષમાં સુરક્ષા-સલામતી સામે આવતા પડકારોની ચર્ચા કરવામાં આવી છે અને આતંકવાદને ખતમ કરવા માટેના પ્રયોજનો દર્શાવવામાં આવ્યા છે.
‘હ્યુમિનિટી એટ રિસ્ક-ગ્લોબલ ટેરર થ્રેટ ઇન્ડિકેટ’નામની આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિતેલા પાંચ વર્ષમાં આતંકી સંગઠન આઈએસઆઈએસએ મીડિયામાં સૌથી વધારે સ્થાન મેળવ્યું છે, આ સંગઠન જેટલું જલ્દી ઉભરી આવ્યું હતું તેટલું જ જલ્દી નીચે પણ આવ્યું, પરંતુ આજના સમયમાં પણ આઈએસઆઈએસ સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો છે.
રિપોર્ટ મુજબ અલ કાયદા સૌથી ખરતનાક સંગઠન છે. ૨૦૧૧ સુધી ઓસામા બિન લાદેન તેનુ નેતૃત્વ કરી રહ્યો હતો પરંતુ હવે તેનો પુત્ર હમ્જા બિન ઓસામા બિન લાદેન આ સંગઠન ચલાવી રહ્યો છે. નોંધનીય બાબત છે કે અલ કાયદાનો જન્મ પાકિસ્તાનમાં થયો અને પાકિસ્તાનના પ્રભાવ હેઠળ રહેલા અફઘાનિસ્તાનમાં ફેલાઇ ગયું, જ્યાં તેણે પોતાની મજબૂત પકડ બનાવી. અલ કાયદાના પૂર્વ પ્રમુખ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં આશ્રય મળ્યો હતો અને એબટાબાદમાં પાકિસ્તાની મિલેટરી બેસ પાસે રહેતો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY