લંડન,તા.૨૮
બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન લંડનની પ્રિન્સેસ ગ્રેસ નામની હોસ્પિટલમાં કેન્સરનો ઇલાજ કરાવી રહ્યો છે. નિર્વાણ ટાઇમ્સ નામના અખબારમાં દાવો કર્યો છે કે ઇરફાન ખાન પ્રિન્સેસ ગ્રેસે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.
ડોક્ટર પિટર હાર્પરના સારવાર હેઠળ ઇરફાને અત્યાર સુધી બે વાર કિમોથેરેપી કરાવી છે. અને તે પોતાની અવનારી ફિલ્મ કારવાના પ્રમોશન માટે પણ ભારત નહીં આવી શકે. કારવા ફિલ્મ ઓગષ્ટ મહિનામાં રિલીઝ થવાની છે.
ઈરફાન ખાન ડિરેક્ટર શૂજીત સરકારની આગામી ફિલ્મ ‘ઉદ્યમસિંહ’માં કામ કરી રહ્યો છે. આ પહેલાં શૂજીત તથા ઈરફાને ‘પીકુ’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ વર્ષના અંતે શરૂ થશે. શૂજીતે જ્યારે ઈરફાન તથા તેની પત્ની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યુ હતુ કે હવે તબિયત સારી છે અને ઝડપથી સુધારો આવી રહ્યો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





