ભુજ: નારાણપર ત્રણ રસ્તા પાસે બસ અને સેન્ટ્રો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક મોત નિપજયું હતું. અકસ્માતમાં કેરા ગામના ૬૫ વર્ષીય ભીખાલાલ નાનજી વાઘજીયાણીનું મોત નીપજ્યું હતું. તેમની પત્ની જશુબેન ભીખાલાલ વાઘજીયાણી ને ઈજા પહોંચી હતી.


અકસ્માતના બનાવની જાણ થતાં મિરજાપર 108 એમ્બ્યુલન્સ સેવાના પાઈલોટ સહિતની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સારવારની પ્રસંશનીય કામગીરી હાથ ધરી હતી.
રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






