જૂનાગઢ તા.૨૮,ગુજરાત સરકારશ્રી દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત નદી પુન:જીવિત કરવા માટેનો પ્રોગ્રામ અમલીકરણ કર્યો છે. જેમાં નદી જીવિત સાથે સાથે જમીન વિકાસ, જળ સંરક્ષણ, જેવા કામો કરી ને નદીઓને પુન:જીવન કરવાનો મુખ્ય હેતુ છે. ભૂગર્ભજળ ની તંગી સાથે સાથે પીવાના પાણીની જરૂરિયાત જેનાથી કૃષિ ઉત્પાદનને અસર થઈ રહ્યું છે. આ યોજના દ્વારા નદીઓની શાખાઓ માંથી કાંપ દૂર કરવાની સાથે સાથે જૂના રીપેરની જરૂરિયાત વાળા તળાવો, ચેકડેમ કે જેને રીપેર કરીને વધુ પાણી સંગ્રહ તેમજ ભેજ સંગ્રહ કરી શકાય. નદીઓ માંથી નીકળતો કાંપ આસપાસના ખેડૂત દ્વારા ઉપજાઉ જમીનમાં ઉપયોગ કરી ખેતીની ઉત્પાદકતા માં વધારો થઈ શકશે. જમીનનું ધોવાણ થતું અટકશે, કૃત્રિમ ટૅક્નિક દ્વારા ભૂગર્ભજળ ના સ્તર ઊંચા આવશે અને પીવાના પાણીની ગુણવતા સારી થશે.
જુનાગઢ જિલ્લામાંથી પસાર થતી ઓજત નદી જેમાં વર્ષના ૧૦ મહિના સુધી પાણી રહેતું જેમાં અત્યારની સ્થિતિએ ૮ મહિનામાં સુકાઈ જાય છે. ઓજતને મળતી શાખાઓ વર્ષોથી કાંપ એકઠો થયો છે. જેના કારણે આ શાખાઓની પાણી સંગ્રહની ક્ષમતાઘટવા લાગી છે. જેની આડ અસર નદી કાંઠાના ગામોની ખેતીને અસર થઈ છે. વંથલી તાલુકો જે કેસર કેરી માટે પ્રખ્યાત છે તેના ઉત્પાદન પર અસર થઈ છે. નદીની પાણી સંગ્રહ ક્ષમતા ઓછી થવાના કારણે લોકો દ્વારા ભૂગર્ભજળ નો ઉપયોગ વધવા લાગ્યો. વધુ માત્રામાં ભૂગર્ભજળના ઉપયોગના કારણે ભૂર્ગભજળ સ્તર ઊંડું જવા લાગ્યું છે. નરેડી ગામના સરપંચશ્રી મનોજભાઇ ઠુંમરના જણાવ્યા મુજબ “ગામમાં પહેલા પીવાના પાણી માટે ભૂર્ગભજળ નો ઉપયોગ થતો હતો, પરંતુ ભૂગર્ભજળ અત્યારે પીવાલાયક નથી રહ્યા. નદી પુન:જીવિત અભિયાનમાં નરેડી ગામમાંથી નીકળતા છત્રાસાના વોકળાંમાં ચેકડેમ રીપેર કરવાના કામો, ચેકડેમ ઊંડા કરવાના કામો અને રીચાર્જ કૂવાના કામો લીધેલ છે. આ કામો દ્વારા નદીમાં નદીની પાણી સંગ્રહ ક્ષમતા વધશે જેના કારણે ભૂગર્ભજળ ઊંચા આવશે. નદીમાંથી નીકળેલ કાંપ ગામના ખેડૂતો પોતાના ખેતરમાં ઉપયોગમાં લઈ શકે જેથી પાક ઉત્પાદન ક્ષમતા વધશે.”
જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, જુનાગઢ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ની નરેગાની ટીમ સાથે મળીને ઓજત નદીની શાખા છત્રાસા નું વોકળા ને પુન:જીવિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ વોકળું મુખ્ય ૩ ગામો માંથી પસાર થાય છે. જાપોદડ, નરેડી અને મેઘપુર. આ ત્રણ ગામોમાંથી પસાર થતી નદીની લંબાઈ ૬ કીમી છે.
પ્રોજેકટ નું અમલીકરણ જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, જુનાગઢ દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે. જેમાં ચેકડેમ રીપરિંગ, ચેકડેમ ઊંડા ઉતારવા, રીચાર્જ કુવા, પાકા પ્લગ અને તળાવ ઊંડા ઉતારવા ના કામો લેવામાં આવ્યા છે
મનીષ ડાકી
બ્યુરોચીફ-જૂનાગઢ
70161 59934
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





