વડોદરા એસઓજી એ વિદેશી દારૂ તથા ગાડી મળી કુલ ચાર લાખ પંચાણુ હજાર ઉપરાંત નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

0
70

વડોદરા જિલ્લા માં પ્રોહી. જુગાર જેવી પ્રવુતિ સદંતર ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર વડોદરા રૂરલ એસઓજી પીઆઇ એસ.એ.કરમૂર ના માર્ગદર્શન હેઠળ બાતમી ના આધારે વડોદરા થી સાવલી રોડ મંજુસર જીઆઇડીસી મેઈન ગેટ ની સામે ના રોડ ઉપર વોચ ગોઠવામાં આવી હતી. તે દરમ્યાન વડોદરા તરફ થી આવતી એક સ્કોર્પિયો ગાડી નંબર GJ.23 M.2355 આવતા તેને રોકવા માટે ઈશારો કરતા તેના ચાલકે ગાડી રોકેલ નહીં અને સ્કોર્પિયો ગાડી પુરઝડપે હંકારી સાવલી તરફ ભગાડી દીધેલ જે થી એસઓજી ની ટિમેં ફિલ્મી ઢબે તેનો પીછો કરતા સાવલી ગોઠડા ત્રણ રસ્તા નજીક આવતા સ્કોર્પિયો ગાડી નો ચાલક તથા તેની બાજુ માં બેઠેલ ઈસમ ગાડી રોડની સાઈડ માં ઉતારી દઈ ખુલ્લા ખેતર માં ભાગી જવામાં સફળ રહ્યા હતા .પોલીસે સ્કોર્પિયો ગાડી માં તપાસ કરતા પરપ્રાતીય ઈંગ્લીશ દારૂ બોટલ નંગ 552 (પેટી નંગ.46.)કિંમત રૂં .1.95.960 તથા સ્કોર્પિયો ગાડી કિંમત રૂં. 3.00.000 મળી કુલ કિંમત. 4.95.960 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બને આરોપી ને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

હિતેશ પટેલ …..
પોર.કરજણ રિપોર્ટર
મો.9712543194

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY