રાહુલ ગાંધીએ મને મુખ્યમંત્રી બનાવ્યો નહિ કે જનતાએ : કુમાર સ્વામી

0
18

ન્યુ દિલ્હી,તા.૩૧
કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ બાદ મુખ્ય પ્રધાન કુમારસ્વામી પોતાના નિવેદનના કારણે આજ-કાલ ચર્ચામાં છે. કુમારસ્વામીએ કહ્યુ કે, રાહુલ ગાંધીએ મને સીએમ બનાવ્યો છે. કર્ણાટકની જનતાએ નહીં પણ પુણ્યઆત્મા રાહુલ ગાંધીના કારણે હું આજે કર્ણાટકનો મુખ્ય પ્રધાન છું. રાહુલ ગાંધીએ મારા પર વિશ્વાસ મુકયો જેના કારણે આજે મને કર્ણાટકની કમાન મળી છે.
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધનની સરકાર બની છે. ભાજપ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી હોવા છતા ભાજપને કર્ણાટકમાં સત્તા મળી નથી. કર્ણાટકમાં કિંગ મેકરની ભૂમિકામાં આવેલી જેડીએસના કુમારસ્વામી સીએમ બન્યા છે. તો કોંગ્રેસના જી. પરમેશ્વર નાયબ મુખ્ય પ્રધાન બન્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બન્યા બાદ કેબિનેટ અને વિભાગોની ફાળવણીને લઈને કોકડુ ગુંચવાયું છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY