કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ભુજમાં જીતુભાઇ વાઘાણીની માતા વિશે અભદ્ર ટિપ્પણીનો વિરોધ પ્રદર્શન

0
141

ભુજ: લાઠીના કોંગ્રેસી ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર દ્વારા એક જાહેર સંમેલનમાં બિલકુલ અશોભનીય કહી શકાય એવી વાણીમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના માતા વિશે અભદ્ર ટિપ્પણી કરીને પોતાની માનસિકતાને ઉજાગર કરી છે. એક જાહેર પક્ષના જવાબદાર લોક પ્રતિનિધિને કદાપિ ન શોભે એવા ગંદા વાણી વિલાસનો પ્રયોગ તેમના દ્વારા કરવામાં આવતા તેમના આ નિવેદનને ગુજરાત ભરમાં વખોડી કાઢવા સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ અનુસંધાને આજરોજ જિલ્લા મુખ્ય મથક કાર્યાલય ભુજ ખાતે વિરજીભાઇ ઠુંમરના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી બીપીનભાઇ દવે જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે વલમજીભાઇ હુંબલે મંત્રી દિલીપભાઇ કંડોલપાડા નવરંગપુરા તથા મોટી સંખ્યામાં ભુજ શહેરના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા ભાજપના મીડિયા સહ ઇન્ચાર્જ સાત્વિક દાન ગઢવીની યાદીમાં જણાવ્યું હતું.

રિપોર્ટર ગૌતમ બુચિયા
કચ્છ ભુજ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY