ન્યુ દિલ્હી,તા.૨૯
સીબીએસઈ બોર્ડ ધોરણ-૧૦નું પરિણામ આજે જાહેર કરાયું છે. રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ સીબીએસઈની ઓફિસિયલ વેબસાઇટ ષ્ઠહ્વજીિીજેઙ્મંજ.હૈષ્ઠ.ૈહ અથવા ષ્ઠહ્વજી.હૈષ્ઠ.ૈહ પર પોતાનું રિઝલ્ટ જાઈ શકે છે. સીબીએસઈ બોર્ડની ધોરણ-૧૦ની પરીક્ષા પાંચમી માર્ચના રોજ શરૂ થઈ હતી. આ પરીક્ષા ચોથી એપ્રિલના રોજ પૂરી થઈ હતી.
આ ઉપરાંત ૈંફઇજી દ્વારા ૨૪૩૦૦૬૯૯ (દિલ્હી) અને ૦૧૧-૨૪૩૦૦૬૯૯ (અન્ય) પર પણ પરિણામ જાણી શકાશે. આ વર્ષે ૧૬ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ સાથે એપ પર પણ પરિણામ જાઇ શકાશે. આ વર્ષે ૧૦માં ધોરણની બોર્ડની પરીક્ષામાં ૮૬.૭૦ ટકા પાસ પર્સેન્ટેજ છે. પ્રખર મિત્તલ, રિમઝિમ અગ્રવાલ, નંદિની ગર્ગ અને શ્રીલક્ષ્મી ૫૦૦માંથી ૪૯૯ અંક સાથે પ્રથમ આવ્યા છે.
વિસ્તાર પ્રમાણે પરીણામની વાત કરીએ તો આ વર્ષે ત્રિવેંદ્રમ ૯૯.૬૦ ટકા સાથે પ્રથમ, ૯૭.૭૩ ટકા સાથે ચેન્નાઇ બીજા અને ૯૧.૮૬ ટકા સાથે અજમેર ત્રીજા ક્રમ પર છે. ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે દિવ્યાંગ છાત્રોમાં ૪૮૯ અંક સાથે અનુષ્કા અને સાન્યા ગાંધી પ્રથમ સ્થાન પર તો સૌમ્યદીપ પ્રધાન ૪૮૪ અંક સાથે ત્રાજા સ્થાન પર છે.
બોર્ડમાં ટોપ કરવાવાળા ૪ વિદ્યાર્થીઓમાંથી ૩ વિદ્યાર્થીનીઓનો સમાવેશ છે. ડીપીએસ ગુડગાંવના પ્રખર મિત્તલ, આરપી પબ્લિક સ્કૂલ- બિઝનૌરની રિમઝિમ અગ્રવાલ, સ્કોટિશ ઇન્ટરનેશનલ સ્કૂલ-શામલની નંદિની ગર્ગ અને ભવાની વિદ્યાલય કોચિનની શ્રીલક્ષ્મીએ ધો.૧૦ની પરીક્ષામાં ટોપ કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ ૫૦૦માંથી ૪૯૯ માર્ક્સ મેળવ્યા છે. ધો.૧૦ની પરીક્ષા આ વર્ષે ૫ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન દેશભરમાં ૪૪૫૩ પરીક્ષા કેન્દ્રો પર લેવાઇ હતી. વિદેશમાં ધો.૧૦ના કુલ ૭૮ પરીક્ષા કેન્દ્ર હતા. આ વર્ષે કુલ ૧૬,૩૮,૪૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં ૬,૭૧,૧૦૩ છોકરીઓ અને ૯,૬૭,૩૨૫ છોકરાઓનો સમાવેશ હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



