પાંડેસરામાં હત્યા કરાયેલી અજાણી બાળકીની ઓળખ માટે પોલીસ શાળાઓના સહારે

0
8

સુરત,તા.૨૪
સુરત શહેર અને જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તીઓએ માજા મુકી દીધી હોય એમ દરોરોક કોઇનાકોઇ ગુનાહિત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતના પાંડેસરા વડોદ ગામની સીમમાં જીઆવ રોડ ઉપર બાળની ઝાડીમાંથી બેથી તર્ણ વર્ષની બાળકીની લાશ મળી હતી.
સમગ્ર ઘટનામાં હજી સુધી બાળકીની ઓળખ ન થઇ હોય પોલીસ તંત્રએ મદદ માટે શાળાઓને અપીલ કરી છે. દરમિયાન ડીસીબી પોલીસે શિક્ષણાધીકારીને પત્ર લખ્યા બાદ તમામ પ્રાથમિક શાળાઓને બાળકીનો ફોટો વિદ્યાર્થીઓને દેખાડવાનો આદેશ કર્યો છે.
પરિપત્રમાં જણાવ્યા મુજબ, માથાના ભાગે ઇજા થવાથી બાળકીનું મોત નીપજ્યું છે. તે સંદર્ભે શિક્ષણાધિકારીના કાર્યક્ષેત્રમાં આવતી તમામ પ્લે ગ્રૂપથી ધોરણ-૧૨ સુધીનીશઆળામાં અભ્યાસ કરતા બાળકોને આ ફોટો દેખાડવામાં આવશે.
એટલું જ નહીં, બાળમંદિર પ્લેગ્રૂપ, જુનિયર કે.જી.થી ધોરણ-૨ સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ૧થી૩૧ ઓક્ટોબર સુધીનું હાજરી પત્રક સોફ્ટ કોપીમાં આપવામાં આવે. તેના આધારે બાળકીની ઓળખ થઇ શકે. ઉલ્લેખનીય છે કે, પાંડેસરાના વડોદમાંથી બાળકીની લાશ મળી હતી.
જેની ઓળખને લઇને પોલીસ મથામણમાં છે. પોલીસે બાળીકની ઓળખ માટે શાળાઓનો સહારો લીધો છે. અને શિક્ષણાધીકારી દ્વાર આ અંગે પરિપત્ર પણ રજૂ કરવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY