ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સતત છઠ્ઠી વખત હારેલી કોંગ્રેસ હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે, ફરીથી પોતાના મળતિયાઓને સક્રીય બનાવી મહાપંચાયતોના નાટક કરી રહી છે
આઇ.કે.જાડેજા
અનામતની લોલીપોપ કે લોકપ્રપંચ દ્વારા કોંગ્રેસ હવે ફાવી શકવાની નથી, કોંગ્રેસે ગુજરાતની જનતા સમક્ષ ખુલાસો કરવો જોઇએ કે અનામત બાબતે તે શું કરવા માંગે છે ? – આઇ.કે.જાડેજા
ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના માતૃ માટે કોંગ્રેસના ધારાસભ્ય વીરજીભાઇ ઠુમ્મરે આપેલા નીમ્નકક્ષાના નિવેદન બદલ ગુજરાતની માતૃશક્તિની માફી માંગવાને બદલે કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડા તથા વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી તેને છાવરી રહ્યા છે. જે દર્શાવે છે કે, કોંગ્રેસીઓએ હવે બધી જ લાજ-શરમ નેવે મુકી દીધી છે. સમગ્ર ગુજરાતની નારીશક્તિનો પ્રચંડ રોષ જોઇને કોંગ્રેસ હવે બેબાકળી બની, પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે જુઠ્ઠાણાઓ ફેલાવી રહી છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દ્વારા પાટીદાર સમાજ કે અન્ય કોઇ સમાજ માટે ક્યારેય ઘસાતું બોલવામાં આવ્યુ નથી અને તમારી પાસે જો કોઇ પુરાવા હોય તો જનતા સમક્ષ જાહેર કરો પરંતુ તમારા ધારાસભ્યને છાવરવા માટે આ પ્રકારના ખોટા આક્ષેપો બંધ કરો. નારી સન્માનની જાળવણી એ ભાજપાના સંસ્કારો છે. નારી સશક્તિકરણ અને નારી ગૌરવને ઉજાગર કરવા માટે ભાજપાની સરકારો દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કરાયેલા અભદ્ર ભાષાપ્રયોગ બાબતે જાહેરમાં માફી માંગવાને બદલે કોંગ્રેસ તેને બચાવીને હલકી રાજનીતિ અપનાવી રહ્યું છે. પરેશભાઇ ધાનાણી તમે જ કહો છો કે, ગુજરાતની બધી જ માતાઓ અમારા માટે વંદનીય છે. તો શા માટે તમારા કોંગ્રેસના ધારાસભ્ય ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના માતાની માફી માંગતા નથી ?
જાડેજાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સતત છઠ્ઠી વખત હારેલી કોંગ્રેસ હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે, ફરીથી પોતાના મળતિયાઓને સક્રીય બનાવી મહાપંચાયતોના નાટક કરી રહી છે. કોંગ્રેસ બીજાના ખભે બંદુક ફોડીને રાજનીતિ કરી રહી છે. તો હકીકતમાં કોંગ્રેસ કોણ ચલાવે છે ? કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કે અન્ય કોઇ ? તે કોંગ્રેસે જાહેર કરવું જોઇએ. અનામતની લોલીપોપ કે લોકપ્રપંચ દ્વારા કોંગ્રેસ હવે ફાવી શકવાની નથી. ગુજરાતના પાટીદાર અને અન્ય બધા જ સમાજો કોંગ્રેસને ઓળખી ગયા છે. જો કોંગ્રેસ બંધારણીય અનામતોને જાળવીને અનામત આપવા માંગતી હોય તો મહાપંચાયતમાં તેનો કોઇ ઉલ્લેખ કેમ ના કર્યો ? કોંગ્રેસના ધારાસભ્યો આ મુદ્દે મૌન કેમ રહ્યા ? કોંગ્રેસે ગુજરાતની જનતા સમક્ષ ખુલાસો કરવો જોઇએ કે અનામત બાબતે તે શું કરવા માંગે છે ? ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કપીલ સીબ્બલે ગુજરાતમાં આવી અનામત માટેની કઇ ફોર્મ્યુલા આપી તે પણ કોંગ્રેસે જાહેર કરવું જોઇએ.
જાડેજાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના નેતા દ્વારા વિધાનસભાના વિશેષ સત્ર બોલાવવાની માંગ કરાય છે. તો મારે કહેવું છે કે, થોડા સમય પહેલા જ વિધાનસભાનું સત્ર મળેલ હતું. ત્યારે સત્ર દરમ્યાન ગુજરાતના વિકાસના મુદ્દાઓની ચર્ચા કરવાને બદલે વિધાનસભાગૃહમાં કોંગ્રેસ દ્વારા કરાયેલ મારપીટ અને ગાલીગલોચ જેવી નીમ્નકક્ષાની હરકતો ગુજરાતની જનતા હજુ ભુલી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





