બેંક કર્મચારીઓની હડતાળના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી
રાજપીપળા:
આખા ભારતમાં બે દિવસીય બેંકોની રાષ્ટ્રીવ્યાપી હડતાળના લીધે નર્મદા જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો આજથી બે દિવસ માટે બંધ રહેતાં કરોડોના વ્યવહારો ખોરવાયા હતા,ખાસ કરીને મહિનાની અંતિમ તારીખો ચાલતી હોય અને પગારનો સમય નજીક હોવાથી સામાન્ય લોકો ઘણીજ મુશ્કેલીમાં મુકાયા છે. બેન્ક કર્મીઓ દ્વારા પગાર વધારા સહિતની માંગણીઓને લઇને કર્મચારી યુનિયને આપેલા હડતાળના એલાનમાં કર્મચારીઓ જોડાતા લોકોને ભારે મુશ્કેલી થઈ હતી.
આ હડતાળમાં નર્મદા જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ જોડાયા છે. ત્યારે રાષ્ટ્રીયકૃત સિવાયની ખાનગી અને સહકારી બેંકોમાં કામગીરી રાબેતા મુજબ ચાલી રહી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





