રાજ્યમાં યોજાયેલ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પીવાના પાણી, ભૂગર્ભ ગટર તેમજ પાઈપલાઈન લિકેજીસ સહિત પંપીગ સ્ટેશનની સફાઈ જેવાં કામો માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંગીન કામગીરી કરાઈ છે. રાજયભરની ૧૫૪ મ્યુનિસિપાલિટીમાં શહેરી વિસ્તારોમાં પાણી બચાવો તથા ભૂગર્ભ ગટર યોજના જાળવણી અંગે જન જાગૃતિ માટે જનસંપર્ક અભિયાન હાથ ધરીને વ્યાપક જાગૃતિ કેળવવામાં આવી છે એમ પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું છે.
રાજ્યભરમાં ૩૮,૫૧૭ એરવાલ્વની ચકાસણી, ૪૫૫૬ એરવાલ્વની મરામત, ૨૭૧૭ પાઈપલાઈનની લિકેજીસની મરામત, ૧૪૮ અનઅધિકૃત જોડાણ દૂર કરાયા, ૭૪૭ હેડવર્કસ સફાઈ, ૬૯૮ પંપીગ સ્ટેશનની સફાઈ, ૨૦૯ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ, ૪૦૯ ઉંચી ટાંકી તથા ૬૯૪ ભૂગર્ભ સંપની સાફ સફાઈ કરવામાં આવી છે. ઉપરાંત ગંદા પાણીના પુન:વપરાશ માટે રીયુઝ ઓફ વેસ્ટ વોટર પોલિસી પણ કાર્યરત કરાઈ છે એમ વધુમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





